ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધરો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 480 કેસ નોંધાયા છે, જ્યારે વધુ 30 દર્દીઓના મોત થયા છે. આજે 319 દર્દીઓને સારવાર ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓનો આંક 20 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 20,097 થઇ છે અને મૃત્યુઆંક 1249 પર પહોંચ્યો છે.

આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 318, સુરતમાં 64, વડોદરામાં 35, ગાંધીનગરમાં 19, મહેસાણા-6, સાબરકાંઠા-6, પાટણ 5, ખેડા 4, સુરેન્દ્રનગર 4, રાજકોટ 3, આણંદ 3, ભાવનગર 2, ભરૂચ 2, વલસાડ 2, અરવલ્લી, કચ્છ, દાહોદ, નવસારી, અમરેલીમાં 1-1 કેસ અને અન્ય રાજ્ય 2 કેસ નોંધાયા છે.

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં વધુ 30 લોકોનાં મોત થયા છે. તેમાં અમદાવાદમાં- 21, સુરતમાં 2 અને બનાસકાંઠા, ભરૂચ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, કચ્છ અને રાજકોટ ખાતે 1-1 દર્દીનું મૃત્યુ થયું છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 1249 લોકોનાં મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 13643 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 5205 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 વેલ્ટીલેટર પર છે અને 5138 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધી કુલ 2 લાખ 51 હજાર 686 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 211589 વ્યક્તિઓ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 204435 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન તથા 7154 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.