દાહોદમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો, જાણો વિગત
abpasmita.in | 13 Sep 2019 09:11 AM (IST)
ગુરુવાર મોડી રાતે અને આજે વહેલી સવારે દાહોદમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો
દાહોદ: હવામાન વિભાગે વરસાદની વિદાયને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું ત્યારે ગુરુવાર મોડી રાતે અને આજે વહેલી સવારે દાહોદમાં પવનના સુસવાટા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેના કારણે લોકો મુશ્કેલીનો સાનો કરવો પડ્યો હતો. ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં ગુરુવાર મોડી રાતે અને આજે વહેલી સવારે દાહોદ સહિત જિલ્લામાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દાહોદમાં બે કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તુટી પડ્યો હતો. બે કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે પવન અને વીજળીના કડાકા સાથે દાહોદમાં વરસાદ તુટી પડ્યો જેના કારણે રસ્તાઓ પર નદીઓ વહેલા લાગી હતી. વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થતાં રોજગાર અર્થે નીકળેલા લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. બે કલાકમાં દાહોદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જ્યારે જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. બે કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.