Rain Update:હવામાન વિભાગની આગાહીની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રમાં સારા વરસાદનો અનુમાન છે. 4 અને 5 જુલાઇએ પણ મધ્યમ વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું હતું. જે મુજબ ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં સહિત કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જાણીએ વરસાદ અપડેટ્સ
જાણીએ છેલ્લા 24 કલાકમાં ક્યાં જિલ્લામાં કેટલો પડ્યો વરસાદ. છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસાદ વરસ્યો છે. અહી છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં નોંધાયો વરસાદ
છેલ્લા 24 કલાકમાં સુરતના ઉમરપાડામાં પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે,તો અન્ય વિસ્તારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં નવસારીના વાંસદામાં સાડા ચાર ઈંચ, વલસાડના કપરાડામાં સાડા ચાર ઈંચ, નવસારીના ખેરગામમાં સવા ચાર ઈંચ,વલસાડના પારડીમાં ચાર ઈંચ ,સુરતના કામરેજમાં ચાર ઈંચ,ભાવનગરના વલ્લભીપુરમાં પોણા ચાર ઈંચ,ડેડીયાપાડામાં સાડા ત્રણ ઈંચ,ડોલવણમાં સાડા ત્રણ ઈંચ,તિલકવાડામાં સાડા ત્રણ ઈંચ,ઉમરાળામાં સવા ત્રણ ઈંચ, બારડોલીમાં ત્રણ ઈંચ,ધરમપુરમાં ત્રણ ઈંચ,નવસારીના ચીખલીમાં પોણા ત્રણ ઈંચ,સુરતના મહુવામાં અઢી ઈંચ,ડાંગના વઘઈમાં અઢી ઈંચ, વાલોડ, વ્યારામાં અઢી ઈંચ,નવસારી તાલુકામાં અઢી ઈંચ,સુરત શહેરમાં સવા બે ઈંચ,સુરતના માંગરોળમાં સવા બે ઈંચ, નેત્રંગમાં બે ઈંચ,સોનગઢમાં બે ઈંચ,જલાલપોરમાં બે ઈંચ,વાપી તાલુકામાં બે ઈંચ, ભાવનગરમાં પોણા બે ઈંચ, ગણદેવીમાં પોણા બે ઈંચ, ઓલપાડમાં પોણા બે ઈંચ, સાગબારામાં પોણા બે ઈંચ, ચોર્યાસીમાં પોણા બે ઈંચ,ચુડા,નીઝર, સુબિરમાં પોણા બે ઈંચ,નાંદોદ, વલસાડમાં દોઢ ઈંચ,વલસાડ, વાસો,સિનોરમાં દોઢ ઈંચ,ગળતેશ્વર, માંડવીમાં દોઢ,સુરતના માંડવીમાં દોઢ ઈંચ,લસાણામાં સવા ઈંચ,પોશિના,આહવામાં સવા ઈંચ,છોટા ઉદેપુરના નસવાડીમાં સવા ઈંચ,ભરૂચના વાલીયામાં એક ઈંચ,ઉમરગામ, દેવગઢબારીયામાં એક ઈંચ,તળાજા, પાલિતાણા, શિહોરમાં એક ઈંચ,ભાવનગરના મહુવા,ગઢડામાં એક એક ઈંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 22.62 ટકા વરસાદ
રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં 22.62 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સિઝનનો અત્યાર સુધીમાં 30.21 ટકા વરસાદ વરસ્યો છે. તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.63 ટકા વરસાદ પડ્યો છે. દ.ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 25.44 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉતર ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 15.66 ટકા વરસાદ વરસ્યો, મધ્ય ગુજરાત સિઝનનો અત્યાર સુધીમાં 14.98 ટકા વરસાદ વરસ્યો છે.