ભાવનગરઃ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ભાવનગરમાં એકસાથે પાંચ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર સજ્જ બન્યું છે. જેમાં 2 કેસ પાલીતાણામાં છે જ્યારે ત્રણ કેસ ભાવનગર શહેરમાં છે. ભાવનગરમાં 18 વર્ષીય બે પુરુષ અને 13 વર્ષની બાળકીની રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે પાલિતાણામાં બે કેસ આવ્યા છે તેમાં 65 વર્ષીય પુરુષ અને 58 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ સાથે જ ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 81 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 5 લોકોનાં મોત નિપજ્યાં છે. ભાવનગરના પાલિતાણામાં બે કેસ નોંધાતા પોલીસ તંર્ અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. પોઝિટિવ કેસ આવતાં પોલિતાણાના લીંબુવાડી વિસ્તારથી લઈને હવાઈમહેલ સુધીના વિસ્તારને બંધ કરી દેવામાં આવ્યો છે.
રાજ્યની વાત કરીએ તો મંગળવારે 441 નવા કેસ નોંધાયા હતા જ્યારે 49 દર્દીઓના મોત થયા હતા. મંગળવારે 186 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 6245 પર પહોંચી છે અને મૃત્યુઆંક 368 થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી.
અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નોંધાયેલા કુલ કેસ પૈકી માત્ર અમદાવાદમાં 349 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરા 20, સુરત 17, રાજકોટ 1,ભાવનગર,ગાંધીનગર,પાટણ, અરવલ્લી,જૂનાગઢ 2-2 કેસ, બનાસકાંઠા 10, મહેસાણા 10,પંચમહાલ 4, બોટાદ 8, ખેડા 4, સાબરકાંઠા 4 અને મહિસાગરમાં 4 કેસ નોંધાયા છે.
રાજ્યમાં મંગળવારે 49 લોકોનાં મોત થયા જેમાંથી 15નાં મોત પ્રાથમિક રીતે કોવિડ19નાં કારણે જ્યારે 34નાં મોત કોરોના સિવાય કોમોબીડીટી, હાઈરીસ્કની બીમારીના કારણે થયા છે. 49 મોતમાંથી અમદાવાદમાં 39,અરવલ્લી 1, ગાંધીનગર 1, ખેડા 1,સાબરકાંઠા 1, સુરત 2, વડોદરા 3 અને મહિસાગરમાં 1 મોત થયું છે. આ સાથે ગજરાતમાં કુલ મૃત્યુઆંક 368 પર પહોંચ્યો છે.
સૌરાષ્ટ્ર કયા જિલ્લામાં એકસાથે 5 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 May 2020 10:52 AM (IST)
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રના ભાવનગરમાં એકસાથે પાંચ પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર સજ્જ બન્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -