ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનો કહેરમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સોમવારથી લઈને મંગળવાર સાંજ સુધીમાં ગુજરાતના મોટા બે શહેરોમાં પોઝિટિવ કેસોમાં ધરખમ વધારો થયો છે જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું હતું. ગુજરાતના વડોદરામાં નવા 20 અને સુરતમાં નવા 17 કેસ નોંધાયા છે. હાલ વડોદરામાં કુલ કેસની સંખ્યા 405 પર પહોંચી છે જ્યારે સુરતમાં 723 પર પહોંચી છે.
વડોદરા અને સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે સોમવાર સાંજથી લઈને મંગળવાર સાંજ સુધીમાં વડોદરામાં અચાનક જ નવા 20 પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે સુરતમાં નવા 17 કેસ નોંધાતા તંત્ર એલર્ટ થઈ ગયું છે. વડોદરામાં હાલ કુલ સંખ્યા 405 પર પહોંચી છે જ્યાં 30 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે સુરતમાં નવા 17 કેસ સાથે પોઝિટિવ કેસની સંખ્યા 723 થઈ ગઈ છે. સુરતમાં અત્યાર સુધીમાં 33 લોકોનાં મોત નિપજ્યાં છે.
સમગ્ર ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સુરતના તમામ વિસ્તારોમાં એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.
મહત્વની વાત એ છે કે, ગઈ કાલે સાંજે આરોગ્ય કમિશ્નર જંયતિ રવિ માહિતી આપતાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં એક જ દિવસમાં 349 પોઝિટિવ કેસ નોંધાયા છે જેને લઈને સરકાર ચિંતિત જોવા મળી હતી. આ ઉપરંત મનપા કમિશ્નર વિજય નહેરા પણ સેલ્ફ ક્વોરેન્ટાઈન થતાં અન્ય અધિકારીઓને ચાર્જ ચોંપાયો છે.
ગુજરાતના આ બે શહેરોમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં થયો વધારો? જાણો એક જ દિવસમાં કેટલા કેસનો થયો વધારો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 May 2020 08:04 AM (IST)
ગુજરાતમાં કોરોનાનો કહેરમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સોમવારથી લઈને મંગળવાર સાંજ સુધીમાં ગુજરાતના મોટા બે શહેરોમાં પોઝિટિવ કેસોમાં ધરખમ વધારો થયો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -