સુરેન્દ્રનગર: સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં.
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં બે, સાયલા તાલુકાના ગુંદિયાવાડામાં એક અને નડાળા ગામમાં બે પોઝિટિવ કેસ મળી કુલ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
તમામ દર્દીઓને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં દર્દીઓની હિસ્ટ્રી પુના, અમદાવાદ અને મુંબઈની હોવાનું બહાર આવ્યું છે.
નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનો પોઝિટિવ દર્દીઓની સંખ્યા 10 પર પહોંચી ગઈ છે.
ગુજરાતના આ જિલ્લામાં કોરોનાના એકસાથે 5 પોઝિટિવ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 May 2020 10:56 AM (IST)
સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે કોરોરના અટકવાનું નામ જ નથી લેતો ત્યારે સુરેન્દ્રનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના વાયરસના વધુ પાંચ પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -