બોટાદ: સાળંગપુર પાસે પાર્ક કરેલ 5 ગાડીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાળંગપુર સરકારી હોસ્પિટલ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. સાળંગપુર દર્શન કરવા આવનાર પરિવાર દ્રારા પાર્ક કરેલ કાર પર ઇલેક્ટ્રીક તાર પડતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. વારાફરતી એક સાથે 5 કારમાં આગ ભભૂકતા લોકોમાં થોડો સમય માટે ભયનો માહોલ છવાયો હતો. ફાયર વિભાગની ટીમને ઘટનાની જાણ થતાં તે તાત્કાલીક આવી પહોંચી હતી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


વાવાઝોડાને લઇને મહત્વપૂર્ણ આગાહી


હવામાન વિભાગની આગાહી મુજબ 15 તારીખે સવારથી બપોર સુધીમાં માંડવી અને કરાંચી  વચ્ચે વાવાઝોડું ટકરાશે. 14 અને 15 જૂન વચ્ચે દરિયો તોફાની બનશે. 14 તારીખે રાજકોટ , ભાવનગર જૂનાગઢમાં ભારે વરસાદનો અનુમાન છે.


14થી 15 જૂનની વચ્ચે સમગ્ર દરિયોકિનારો ભારે તોફાની બની શકે છે


હવામાન વિભાગે બાયપર વાવાઝોડાને લઇને કેટલીક મહત્વની જાણકારી આપી છે. હવામાન વિભાગ અનુસાર 15 જૂને વાવાઝોડુ માંડવીથી પાકિસ્તાન વચ્ચે લેન્ડ ફોલ્સ કરશે એટલે કે ટકરાશે, આ સમયે સાયક્લોનિ અતિ સિવિયર સ્વરૂપમાં ફરેવાશે.હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું 14 જૂન બાદ વાવાઝોડું નોર્થ-નોર્થ ઈસ્ટ તરફ જશે. હાલની સ્થિતિને જોતા  કચ્છમાં ટકરાવવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યાં છે. . વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટ્ર અથવા પાકિસ્તાનની વચ્ચે ટકરાશે આ દરમિયાન એટલે કે,14થી 15 જૂનની વચ્ચે સમગ્ર દરિયોકિનારો ભારે તોફાની બની શકે છે તેમજ પવની ગતિ પણ પણ તીવ્ર રહેશે. 


પોરબંદર અને વેરાવળમાં  હાલ પવનની ગતિ વધી ગઇ


વાવાઝોડાની અસરના કારણે 14 જૂને મોરબી, રાજકોટ, પોરબંદર, જામનગર, કચ્છ, દ્રારકામાં  ભારે વરસાદ થઇ શકે છે.વાવાઝોડા પહેલા પોરબંદર અને વેરાવળમાં  હાલ પવનની ગતિ વધી ગઇ છે. પોરબંદરમાં દરિયામાં ભરતી અને ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે કરંટ હોવાથી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.


વાવાઝોડાના પગલે શાળા પ્રવેશત્સવ મોકૂફ