ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022:  વિધાનસભા ચૂંટણી પહેલા ડભોઇ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. 500 આદિવાસી યુવકો કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. બીજેપીના નેતા શૈલેષ મહેતા પ્રચારમાં નીકળ્યા ત્યારે આ તમામ યુવાનોએ ખેસ ધારણ કર્યો હતો. ડભોઇ કોંગ્રેસને એક બાદ એક મોટા ઝટકા લાગી રહ્યા છે. ભાજપમાંથી આવેલા બાલકૃષ્ણ પટેલનો વિરોધ આદિવાસીઓમાં પણ દેખાયો છે. સ્થાનિકોને પૂરતી સુવિધાઓ ના મળતા આદિવાસીઓએ શૈલેષ મહેતાના હાથે  કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. બનૈયા, થુવાવી, અંબાવના આદિવાસી સમાજના 500 યુવકોએ કેસરીયો ધારણ કર્યો હતો.


આ અવસરે શૈલેષ મહેતાએ મેઘા પાટકરને લઈને પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે,  આદિવાસી સમાજના અગ્રણી ઘણો તો બિરસા મુંડા મહાન હતા. મેઘા પાટકર આદિવાસી સમાજને ઘેર માર્ગે દોરી રહ્યા હોવાની વાત તેમણે કરી. સાસણમાં આદિવાસી સમાજને અને વસાહતોને પાયાની પણ સુવિધા ન મળી રહી હોવાની વાત બીજેપી નેતા શૈલેષ મહેતાએ કરી હતી.


ભાજપે બળવાખોર ઉમેદવાર સામે લીઘા પગલા


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ રાજ્યમાં રાજકીય ગતિવિધી વધી રહી છે. ભાજપે આજે બળવાખોર ઉમેદવારોની સામે  સસ્પેન્ડ કર્યાં છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ રાજ્યમાં રાજકીય ગતિવિધી વધી રહી છે. ભાજપમાં જે નેતાને ટિકિટ ન મળી હતી તેઓ નારાજ હતા અને અપક્ષથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો આ તમામ નેતા સામે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટિલે કડક કાર્યવાહી કરતા  બળવાખોર નેતાને   સસ્પેન્ડ કર્યાં છે. આ તમામ લોકોએ ભાજપમાંથી ટિકિટ ન મળતાં નારાજ હતા અને  અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે.  પક્ષે આ તમામ બળવાખોર નેતા સામે કાર્યવાહી કરતા  સસ્પેન્ડ કર્યાં છે.


 અપક્ષની ઉમેદવારી નોંધાવનાર આ નેતાને કર્યા સસ્પેન્ડ


નર્મદા નાંદોદના હર્ષદભાઈ વસાવ


જૂનાગઢ કેશોદના અરવિંદભાઈ લાડાણી

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના છત્રસિહ ગુંજારિયા

વલસાડ પારડીના કેતનભાઈ પટેલ

રાજકોટ ગ્રામ્યના ભરતભાઈ ચાવડા

ગીર સોમનાથ વેરવાળના ઉદયભાઈ શાહ

અમરેલી રાજુલના કરણભાઈ બારૈયા ને કરાયા સસ્પેન્ડ


પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલ કોંગ્રેસમાં જોડાશે  ?




ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ વધી રહ્યી છે. પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરીને ફોર્મ પણ ભર્યું હતું. સુરેન્દ્રનગરની ચોટીલા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડવાની  જાહેરાત કરી કરતાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. અપક્ષ ઉમેદવારી કર્યા બાદ સોમાભાઈએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું. સોમાભાઈ પટેલ આજે ગેહલોતની હાજરીમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. 2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા બાદ પક્ષપલટો કર્યો હતો.  ભાજપમાંથી ટિકિટ ન મળતા સોમા પટેલ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. ભૂતકાળમાં સોમાં પટેલ સાંસદ તરીકે ચૂંટાયેલા છે. સોમાભાઈ પટેલ કોળી સમાજમાં વર્ચસ્વ ધરાવે છે.