વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોરાજી પહોંચ્યા હતા. ધોરાજીમાં ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે  બે દાયકાનો આપણા સંયુક્ત પુરુષાર્થથી આપણને આશીર્વાદ મળ્યા છે. મારા કામનો હિસાબ આપવા માટે આવ્યો છું. હું આપની પાસે તમારા આશીર્વાદ માંગવા આવ્યો છું. તમે જ મારા ટીચર છો અને તમે જ મારી ટ્રેનિંગ કરી છે. ગુજરાતના લોકો કોમી દાવાનળની દશામાં જીવતા હતા. મૂડી રોકાણ અને નવા નિર્માણમાં ગુજરાતનો ડંકો વાગે છે. પ્રગતિના નવા નવા શિખર સર કરી રહ્યા છે.






વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નામ લીધા વિના કોગ્રેસ અને રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવ્યા હતા. ભાજપ જોડો યાત્રામાં મેધા પાટકરની હાજરી મુદ્દે વડાપ્રધાન મોદીએ કોગ્રેસ પર પ્રહાર કર્યા હતા. નર્મદા વિરોધીઓના ખભે હાથ મુકીને કેમ દોડો છો તેવો સવાલ વડાપ્રધાને કર્યો હતો.






 


વડાપ્રધાને કહ્યું કે 25 વર્ષ અગાઉ પાણી માટે તોફાનો થતા હતા. અગાઉની સરકારો આવું જ વિચારતી હતી. ગુજરાતના લોકો પાણીદાર છે. ભાજપે તળાવ ઉંડા કરવાનું અભિયાન ચલાવ્યું. પાણીનો બચાવ કેમ થાય તે માટે મહેનત કરી.






તેમણે કહ્યું કે 25 વર્ષ અગાઉ ગુજરાતમાં પાણીના ટેન્કર ચાલતા હતા. રાજકોટમાં પાણી લાવવા માટે ટ્રેન દોડાવવી પડતી હતી. પાણીની અછતથી કાઠિયાવાડ ખાલી થવા લાગ્યું હતું. સૌનો સાથ, સૌના વિકાસના મંત્ર સાથે ભાજપ આગળ વધી રહ્યુ છે.