ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 510 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 21 હજાર 554 પર પહોંચી ગઇ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 34 લોકોના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 1347 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 14 હજારથી વધુ લોકો સ્વસ્થ થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 370 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 21,554 પર પહોંચી છે. તો અત્યાર સુધી કુલ 1347 લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ કુલ 14 હજારથી વધુ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 343, સુરતમાં 73, વડોદરામાં 35, ગાંધીનગરમાં 2, મહેસાણા-4, ભાવનગર 8, રાજકોટ 5, અરવલ્લી 4, સાબરકાંઠા 4, આણંદ 4, પંચમહાલ 1, પાટણ 1, કચ્છ 2, ખેડા 6, ભરૂચ 2, જૂનાગઢ 2, છોટાઉદેપુરમાં 1, મોરબીમાં 2, પોરબંદર 2,જામનગરમાં 2, સુરેન્દ્રનગર 4, અને અન્ય રાજ્યમાં ત્રણ   કેસ નોંધાયા છે.

રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 34 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 26, સુરત અને અરવલ્લીમાં 2-2, ગાંધીનગર, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે.