અમદાવાદઃ ગુજરાતમાં આજે કોરોનાના 56 કેસ નવા આવ્યા છે જ્યારે 2 લોકોના મોત થયા છે. સરકારે જાહેર કરેલ આંકડા પ્રમાણે છેલ્લા 12 કલાકમાં આ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીની કુલ સંખ્યા 695 થઈ ગયા છે. જ્યારે કુલ મૃત્યુ 30 થયા છે. આજે જે નવા 56 કેસ સામે આવ્યા છે તેમાં અમદાવાદમાં 42, સુરતમાં 6, વડોદરામાં 3, બોટાદમાં 1, પંચમહાલમાં 3 અને ખેડામાં 1 નવો કેસ સામે આવ્યા છે. આજે જે બે દર્દીના મૃત્યુ થયા છે તેમાં વડોદરામાં એક સ્ત્રી દર્દી (14 વર્ષ) અને સુરતમાં એક સ્ત્રી દર્દી (45 વર્ષ)નો સમાવેશ થાય છે. ૧૪.૦૪.૨૦૨૦ ૧૮.૦૦ કલાક  બાદ નવા નોંધાયેલ કેસોની વિગત
જિલ્લોકેસપુરુષસ્ત્રી
અમદાવાદ૪૨૨૪૧૮
સુરત૦૬૦૫૦૧
વડોદરા૦૩૦૩૦૦
બોટાદ૦૧૦૧૦૦
પંચમહાલ૦૩૦૩૦૦
ખેડા૦૧૦૧૦૦
કુલ૫૬૩૭૧૯
ગુજરાતમાં જે 695 કેસ જેમાંથી 8 ક્રિટિકલ છે જ્યારે 598 સ્ટેબલ છે. જ્યારે 59 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 30એ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2354 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 78 પોઝિટિવ, 2268 નેગેટિવ આવ્યા છે. ગુજરાતમાં કુલ કેસ
ક્રમજીલ્લોકેસમૃત્યુડીસ્ચાર્જ
અમદાવાદ૪૦૪૧૩૧૩
વડોદરા૧૧૬
સુરત૪૮
ભાવનગર૨૬
રાજકોટ૧૮
ગાંધીનગર૧૬
પાટણ૧૪
ભરૂચ૧૧
આણંદ૧૦
૧૦પંચમહાલ
૧૧છોટા ઉદેપુર
૧૨કચ્છ
૧૩મહેસાણા
૧૪પોરબંદર
૧૫ગીર-સોમનાથ
૧૬દાહોદ
૧૭બનાસકાંઠા
૧૮જામનગર
૧૯મોરબી
૨૦સાબરકાંઠા
૨૧બોટાદ
૨૨ખેડા
કુલ૬૯૫૩૦૫૯
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 17334 ટેસ્ટ કરવામાં આવ્યાછે જેમાંથી 695 પોઝિટિવ આવ્યા છે જ્યારે 16631 નેગેટિવ આવ્યા છે.