વડોદરા: વડોદરા શહેરમાં જીવલેણ કોરોનાથી વધુ એક 13 વર્ષની કિશોરીનું મોત થયું છે. આ પહેલા આજે એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું હતું આ સાથે જ વડોદરામાં મુત્યુઆંક 5 થયો છે. જ્યારે વધુ 8 કોરોનાના કેસ સામે આવતા કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 115 થઈ ગઈ છે.

આજે વડોદરામાં કુલ બે દર્દીઓના કોરોનાને કારણે મોત થયા હતા. જેમાં એક 58 વર્ષના દર્દી મોહમ્મદ હનિફ પઠાણનું મોત થયું હતું. મૃતક મોહમ્મદ હનિફ પઠાણ 8 એપ્રિલના રોજ કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને ત્યારબાદ તેમની સારવાર ચાલી રહી હતી.


રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે કોરોના વાયરસ નવા 33 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 650 પર પહોંચી છે. આજે વધુ 3 લોકોના મોત થતા મૃત્યુઆંક 29+ થયો છે. જ્યારે કુલ 59 લોકો સાજા થયા છે.



આરોગ્ય સચિવ જયંતી રવિના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1733 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 78 પોઝિટિવ બાકી બધા નેગિટિવ આવ્યા છે. હાલ 555 દર્દીઓ સ્ટેબલ છે, 8 વેન્ટીલેટર પર છે અને 59 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં કુલ 15984 ટેસ્ટ કરવામાં આવ્યા છે.