ગુજરાત અને રાજસ્થાનમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજસ્થાન અને ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે આબુનું વાતાવરણ ખીલી ઉઠ્યું હતું. જેને કારણે પ્રવાસીઓમાં ખુશી જોવા મળી હતી. જ્યારે પહાડોમાંથી ઝરણા પણ ચાલુ થઈ ગયા હતાં.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં માઉન્ટ આબુમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે જેને કારણે પાણી ભરાઈ ગયા હતાં. ભારે વરસાદના કારણે આબુના તળાવોમાં પાણીની આવક પણ શરૂ થઈ ગઈ હતી. ધોધમાર વરસાદ ખાબકતાં પ્રવાસીઓમાં પણ ખુશી જોવા મળી હતી.
6 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં માઉન્ટ આબુનું વાતાવરણ ખીલી ઉઠ્યું હતું. ભારે વરસાદને પગલે પહાડોમાંથી પાણીના ઝરણા વહી રહ્યાં હતાં જેને જોઈ પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આબુમાં ચારેય બાજુ હરિયાળીથી માઉન્ટ આબુ ખીલી ઉઠ્યું હતું.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, માઉન્ટ આબુમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અત્યાર સુધી 714 મીમી વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે નક્કી લેકમાં પણ પાણીની આવક થઈ હતી.
ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાકમાં કેટલા ઈંચ વરસાદ ખાબક્યો? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Aug 2020 08:44 AM (IST)
ગુજરાત અને રાજસ્થાનમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજસ્થાન અને ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે ગુજરાતને અડીને આવેલા માઉન્ટ આબુમાં છેલ્લા 24 કલાકમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -