ગુજરાતમાં કોરાનાના દર્દીઓની સંખ્યા ઝડપભેર વધી રહી છે. સોમવારે ભાવનગરમાં નવા પાંચ કેસ નોંધાતાં જ ગુજરાતમાં કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હોય તેવા કુલ પોઝિટિવ કેસ 69 થયા છે. આ ઉપરાંત ભાવનગરમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 6ના મોત નીપજ્યાં છે.
ગુજરાતમાં કોરોનાવાયરસના ચેપના સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં નોંધાયા છે. અણદાવાદ ત્રણ મોત સાથે રાજ્યમાં મોતના આંકડામાં પણ પહેલા સ્થાને છે. આ ઉપરાંત સુરતમાં એક તથા ભાવનગરમાં બે મૃત્યુ થયાં છે. ગુજરાતમાં વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં 9-9, સુરતમાં 8, ભાવનગરમાં 6, ગીર-સોમનાથમાં 2 તેમજ કચ્છ, મહેસાણા,પોરબંદરમાં 1-1 પોઝિટિવ કેસ નોંધાયા છે.