રાજ્યમાં એક જ દિવસમાં ડૂબવાથી 7 લોકોના મોત થયા છે. રવિવાર ગોઝારો સાબિત થયો છે. રાજ્યમાં એક જ દિવસમાં ડૂબવાથી 7 લોકોનાં કરૂણ મોત નિપજ્યા છે. દિવસભરની ઘટનાઓની વાત કરીએ તો, અરવલ્લીના ઝાંઝરી ધોધમાં ડૂબવાથી 2 લોકોનાં મોત થયા છે. રાજકોટમાં 5 લોકો ડૂબ્યા, જેમાં 3નો બચાવ અને 2ના દર્દનાક મોત નિપજ્યા છે.


રાજ્યમાં આજે 7 લોકોએ જીવ ગુમાવ્યો છે. દમણના દરિયા કાંઠે સુરતથી ફરવા આવેલા 5 પ્રવાસીઓ ડૂબ્યા હતા.  જેમાંથી બેને બચાવી લેવામાં આવ્યા છે.  જ્યારે હજુ પણ ત્રણ લોકો લાપત્તા છે.  તો રાજકોટના નવાગામ રંગીલા નગર પાસે કપડાં ધોવા સમયે એક બાળકી ડૂબી હતી.  જેને બચાવવા જતા ચાર લોકો પડ્યા જેમાંથી એક મહિલા અને એક બાળકીનું મોત થયું છે.  જ્યારે ત્રણ લોકોને બચાવી લેવાયા છે. આ સિવાય અરવલ્લી જિલ્લાના બાયડના ઝાંઝરી ધોધના ભોગિયા ધરામાં અમદાવાદના બે વ્યક્તિ ડૂબ્યા હતા.  અમદાવાદના મેઘાણીનગરથી 6 લોકો પિકનિક માટે ઝાંઝરી ધોધ ગયા હતા. જેમાંથી બે લોકોના ડૂબતા મોત થયા છે. 


દમણના દરિયામાં 5 પ્રવાસીઓ ડૂબ્યા હતા. જેમાંથી 2 લોકોને  બચાવી લેવામાં આવ્યા છે. ત્રણની શોધખોળ ચાલુ છે. પોલીસ અને ફાયર બ્રિગેડ સહિત તરવૈયાઓની ટીમ સ્થળ પર પહોંચીને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી છે.


રાજકોટ નવાગામમાં તળાવમાં પાંચ મહિલાઓ ડૂબી હોવાની ઘટના બની હતી. જેમાંથી ત્રણનો આબાદ બચાવ થયો છે અને બે લોકો બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટરલમાં ખસેડાયા હતા. જોકે બેભાન અવસ્થામાં દાખલ કરાયેલ એક બાળક અને મહિલાનું મોત નિપજ્યું છે. રાજકોટ ફાયરબ્રિગેડની ટીમને જાણ થતા જ ટીમ પહોંચી ગઇ હતી. 


અમદાવાદના મેઘાણીનગરથી ઝાંઝરી ધોધ પર પિકનિક માટે 6 વ્યક્તિઓ પહોંચ્યા હતા. જ્યાં ભોગીયા ધરામાં 6 વ્યક્તિઓ ધોધમાં નહાવા માટે પડ્યા હતા. પરંતુ દુર્ભાગ્યવશ જીતુ બગેલ અને અમન તોમર નામના બે વ્યક્તિઓ ડુબવા લાગ્યા હતા. સ્થાનિક લોકોની તેમના પર નજર પડતાં બન્ને યુવકોને બચાવવાની પુરેપુરી કોશિશ કરી હતી, પરંતુ ઝાંઝરી ધોધમાં બન્ને યુવકોના કરૂણ મોત નિપજ્યા હતા.


 


આ પણ વાંચો............


Earthquake: કચ્છમાં ફરી ધરા ધ્રુજી, ભચાઉ નજીક ભૂકંપનો આચંકો અનુભવાયો


India Corona Cases Today: દેશમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે શું છે ચિંતાની વાત ? જાણો વિગત


Mohali MMS: ચંડીગઢ યુનિવર્સિટીમાં MMS કાંડ પર હોબાળો, બાથરૂમમાંથી વિદ્યાર્થીનીઓનો વીડિયો બનાવી કર્યા વાયરલ, FIR દાખલ