ભરૂચ: જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે બાળકો સહિત ૭ લોકો ડુબવાની ઘટના સામે આવી છે. વાગરા તાલુકાના ગંધાર ગામના દરિયા કાંઠે ફરવા ગયેલા પરિવાર દરિયામાં ભરતી આવતા પરિવાર ડૂબ્યુ હતું. ભરતીના પાણી અચાનક આવી જતા એકને બચાવવા જતા ૭થી વધુ લોકો ડૂબ્યા હતા. બાળકો સહિત લોકોને ભરૂચ બરોડા હાર્ટ હોસ્પિટલ ખાતે લાવ્યા છે. બાળકો ડૂબ્યા હોવાના કારણે હોસ્પિટલ ખાતે લાવતા મોતને ભેટ્યા હતા. ફરજ પરના તબીબોએ તપાસ કરતા બાળકોને મૃત જાહેર કર્યા હતા. વાગરાના ધારાસભ્ય સહિત પોલીસ કાફલો હોસ્પિટલ ઉપર પહોંચ્યો છે. ચાર લોકોના ડૂબી જવાથી મોત થયા છે.


સુરતમાં પિતાએ ખેલ્યો ખુની ખેલ


સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતા દ્વારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હુમલો છે. પિતાએ કરેલા હુમલામાં પુત્રીનું થયું છે. પિતાએ 17થી વધુ ઘા મારી પુત્રીની હત્યા કરી નાખી છે. આ ઘટના સુરતના કડોદરા સત્યમ નગર ખાતે બની છે. પિતાએ પરિવારના પાંચ સભ્યો પર હુમલો કર્યો છે.


આ અંગે મળતી માહિતી પ્રમાણે ટેરેસ પર સુવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો. જે બાદ આવેશમાં આવીને દીકરી,ત્રણ દીકરા અને પત્ની પર હુમલો કર્યો હતો. મોટા છરા વડે આધેડે ઘરના સભ્યો પર હુમલો કર્યો હતો. માતાને બચાવવા જતા દીકરી મોતને ભેટી હતી. દીકરીના મોઢા અને હાથ પર 17 જેટલા ઘા મારવામાં આવ્યા હતા. હાલમાં બે દીકરા અને પત્ની સારવાર હેઠળ છે. કડોદરા પોલીસે પિતા રામાનુજ સાહુને ડિટેન કર્યો છે. દીકરી ચંદા સાહુનું મોત નિપજ્યું છે.


સુરતમાં વધુ એક બાળકી પિંખાઈ


સુરત શહેરના વેસુ વિસ્તારમાં વીઆઈપી રોડ પર નંદનવન ટુની બાજુમાં નવી બંધાતી બિલ્ડીંગમાં કામ કરતા  12 વર્ષની દીકરી પર ત્યાં જ કામ કરતા વિધર્મી યુવકે નજર બગાડી હતી. બાર વર્ષની કિશોરીને લલચાવી ફોસલાવી તેvs ત્યાંથી ભગાડી જઈ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જેથી બનાવને પગલે કિશોરીના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વિધર્મી યુવક સામે બળાત્કારનો ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 


સામે આવેલી વિગતો અનુસાર સુરતના વેસુ વીઆઈપી રોડ પર નંદનવન ટુ ની બાજુમાં હાલમાં નવું બાંધકામ ચાલી રહ્યું છે. જેમાં મોટી સંખ્યામાં મજૂર વર્ગ કામ કરી રહ્યો છે. આ દરમિયાન ત્યાં જ કામ કરતાં મોહમ્મદ રેજાઉલ મોહમ્મદ સરાફત નામના યુવકે ત્યા જ કામ કરતી 12 વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી.