અમરેલી: સાવરકુંડલાના ઘનશ્યામ નગર સીમ વિસ્તારમાં સિંહોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે . 7 વર્ષના બાળક ઉપર ફરીવાર સિંહે હુમલો કર્યો છે. જેમાં બાળકને ગંભીર ઈજા સારવાર માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, રાજુલા હોસ્પિટલમાં પહોંચતા જ બાળકનું મોત નિપજ્યું હતું. આ પહેલા એક બાળકને અહીં સીમ વિસ્તારમાં શિકાર કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. શિયાળાની ઋતુમાં ખેતી કામ કરતા મજૂરોમા વન્યપ્રાણીના આતંકના કારણે ભયનું વાતાવરણ ઉભું થયું છે. 15 દિવસ પહેલા આ ગામમાંથી સિંહ અને દીપડાને વનવિભાગે પાંજરે પુરી દીધા હતા. વધુ એક સિંહણ હિંસક હોવાના સમાચારથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી મંત્રીએ રેતીનું ટ્રેક્ટર ચલાવવા માંગી લાંચ
એસીબી દ્વારા લાંચિયા બાબુઓ સામે કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં કેટલાંક લોકો સરકારી બાબુઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમરેલીના જાફરાબાદમાં મામલતદાર કચેરીનો રેવન્યુ તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાયો છે. રેવન્યુ તલાટી મંત્રી નીલેશ ડાભી 10,000ની લાંચ લેતા રંગે હાથ ACB ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. રેતીનું ટ્રેક્ટર ચલાવવા માટે લાંચ માંગી હતી. અમરેલી એસીબી ટીમ દ્વારા તલાટી મંત્રી ઉપર સફળ ટ્રેપ કરવામાં આવી હતી. 2022 વિધાનસભા ચૂંટણી સમયે રેવન્યુ તલાટી મંત્રી લાંચ લેતા ઝડપાતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા ત્યારે જ મને ઈશારો કર્યો હતો કે તમારે તમે તૈયાર છો ને ? યોગેશ પટેલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી પ્રચંડ પ્રચાર શરૂ થશે. આજે ભાજપ દ્વારા 182મી ટિકિટ જાહેર કરવામાં આવી છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવી છે. યોગેશ પટેલ સતત આઠમી વાર વિધાનસભાની ચૂંટણી લડશે.
શું કહ્યું યોગેશ પટેલે
યોગેશ પટેલે કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા ત્યારે જ મને ઈશારો કર્યો હતો કે તમે તૈયાર છોને ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા બે વાર આવ્યા અને બીજી વાર પણ તેમને કહ્યું યોગેશભાઈ તૈયાર છો ને તૈયારી કરી દેજો.