ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓમાં પક્ષ પલટાનો સીલસીલો યથાવત છે. ટિકિટને લઈને દરેક રાજ્યમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. હવે રાજકોટ વિધાનસભા 70માં કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. કોંગ્રેસના પૂર્વ શહેર મહામંત્રી ભાજપમાં જોડાયા છે. તેઓ મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા છે. વોર્ડ 13ના કોંગ્રેસના નેતા સુનીલ સુરાણી ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયું છે.  તમને જણાવી દઈએ કે, સુનીલ સુરાણી ઋષિવંશી સમાજના ગુજરાતના ઉપપ્રમુખ છે.


આ નેતાએ તો ભારે કરી! 


ગાંધીનગરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ડ્રામાં સામે આવ્યો છે. કોંગ્રેસમાંથી આપમાં જઈ આવેલા ઉમેદવારે હવે સમાજવાદી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે.  કોંગ્રેસના ગાંધીનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ હવે આમ આદમી પાર્ટી પણ છોડી દીધી છે.  ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ટિકિટ ન મળતા સમાજવાદી પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે. તેમણે કહ્યું કે, ગાંધીનગરની એક પણ બેઠક પર રાજપૂત સમાજને આમ આદમી પાર્ટીએ ટિકિટ ન આપતા રાજપુત સમાજ નારાજ છે. આપના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને સૂર્યસિંહ ડાભીએ રાજીનામું મોકલી આપ્યું છે. નોંધનીય છે કે, સુર્યસિંહ પહેલા કોંગ્રેસમાં હતા અને ત્યાર બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા અને હવે સમાજવાદી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી છે.


મેં સી.આર.પાટીલને મનાવવાનો પ્રયત્ન કર્યો


 ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારી નોંધાવવાનો આજે અંતિમ દિવસ છે. ભાજપે આ વખતે વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપી નથી. જેના કારણે તેઓ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી ફોર્મ ભરતા પહેલા તેમણે પોતાના કાર્યાલયથી ભવ્ય રેલી યોજી હતી. આ સમયે તેમણે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું, અધુરા વિકાસના કામો પૂર્ણ કરવા ચૂંટણી લડી રહ્યો છું. મારા કાર્યકર્તાઓના કહેવાથી ચૂંટણી લડવાનો છું. સી આર પાટીલે મનાવવાનો પ્રયત્ન કર્યો હતો, મેં કીધું છેલ્લી ટર્મ ચુંટણી લડવા દો પણ તેમણે વાત ન માની. હું ચૂંટણી લડવાનો, જીતવાનો અને કાર્યકર્તાઓ કહે તે કરીશ.


NCP એ આ બેઠક પરથી બદલ્યા ઉમદવાર


ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ સીટ પર એનસીપી સાથે ગઠબંધન કર્યુ હોવાથી ત્યાં પોતાના ઉમેદવાર ઉભા રાખ્યા નથી. જેમાં એક બેઠક અમદાવાદની નરોડા છે. આ બેઠક પર એનસીપીએ ઉમેદવાર બદલ્યા છે. એનસીપીએ આ બેઠક મપર નિકુલસિંહ તોરમને ટિકિટ આપી હતી. પરંતુ છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની પાડી દીધી હતી. નિકુલસિંહ કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી NCPમાંથી ચૂંટણી લડવી હોય તો રાજીનામું આપવું પડે તેમ હોવાથી તેમણે ચૂંટણી જંગમાં નહીં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો. NCP સિંધી સમાજના મેઘરાજ દોડવાણીને ચૂંટણી લડાવશે.