રાજ્યમાં 378 પોઝિટિવ કેસમાંથી 332 સ્થિર છે જ્યારે 3 વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં સૌથી વધુ 197 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 33 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 19એ પહોંચ્યો છે.
ગઈકાલ સાંજથી લઈને અત્યાર સુધીમાં 1519 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા જેમાં 116 પોઝિટિવ, 1300 નેગેટિવ અને 103 સેમ્પલ પેન્ડિંગ છે.
ગુજરાતમાં ક્યાં કેટલા કેસ
અમદાવાદ 197
સુરત - 27
રાજકોટ - 18
વડોદરા - 59
ગાંધીનગર - 14
ભાવનગર - 22
કચ્છ - 4
મહેસાણા - 2
ગીર સોમનાથ - 2
પોરબંદર - 3
પંચમહાલ - 1
પાટણ - 14
છોટા ઉદેપુર - 2
જામનગર -1
મોરબી - 1
આણંદ - 2
સાબરકાંઠા - 1
દાહોદા - 1
ભરૂચ - 7