ગઈકાલે ભાવનગર શહેરમાં કુલ 46 કેસ સામે આવ્યા હતા જેમાં 29 પુરુષ અને 17 સ્ત્રીને કોરોનાને ચેપ લાગ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે 1, અધેવાડા ગામ ખાતે 2, કોબડી ગામ ખાતે 1, ગારિયાધાર તાલુકાના સાતપડા ગામ ખાતે 1, ગારિયાધાર ખાતે 1, પાલીતાણા ખાતે 2, સિહોર ખાતે 1, તળાજાના પાંચપીપળા ગામ ખાતે 9, તળાજા ખાતે 1, નેસીયા ગામ ખાતે 1, દેવલી ગામ ખાતે 1, જસપરા ગામ ખાતે 1, ઉમરાળા ખાતે 1, ઉમરાળાના ઈંગોરાળા ગામ ખાતે 1, વલ્લભીપુરના હડિયાદ ગામ ખાતે 1 તથા વલ્લભીપુર ખાતે 1 કેસ મળી કુલ 26 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
આ સાથે જ ગઈકાલે ભાવનગર જિલ્લામાં કુલ 63 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી જેમાં શહેરમાં 36 લોકો અને ગ્રામ્ય વિસ્તારના 27 એમ કુલ 63 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ભાવનગર શહેરમાં ગઈકાલે કોરોના પોઝિટિવ ના એક દર્દીનું મોત થયું હતું આ ઉપરાંત સિહોરમાં શહેરી વિસ્તારમાં 40 વર્ષના એક પુરુષનું કોરોના પોઝિટિવ બાદ આજે મોત થયું હતું.
આમ ભાવનગરમાં અત્યારે કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1519 છે, જેમાંથી 454 દર્દી હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. 1030 દર્દીએને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 28 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.