દીવમાં કોરોનાના 69 કેસ નોંધાયા છે. દમણની વાત કરવામાં આવે તો ત્યાં 538 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી અત્યાર સુધીમાં 370 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દમણમાં હાલ 166 એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો પ્રકોપસતત વધી રહ્યો છે. ગુરૂવારે રાજ્યમાં વધુ 1159 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 22 દર્દીઓનું કોરોનાથી મોત થયા હતા. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 60,285 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 2418 પર પહોંચ્યો છે. અત્યાર સુધી કુલ 44074 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.