ગાંધીનગર: ગુજરાતમાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા આઠ ધારાસભ્યો આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ABP અસ્મિતા સાથેની વાતમાં પ્રદ્યુમનસિંહે કહ્યું આવતીકાલે 11 વાગ્યે કમલમ ખાતે બોલાવવામાં આવ્યા છે.
કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા તમામ ધારાસભ્યો આવતીકાલે ભાજપમા જોડાશે. ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા જ વિધાનસભા અધ્યક્ષને પોતાના રાજીનામા આપી દિધા હતા.
કૉંગ્રસમાંથી રાજીનામુ આપનારા ધારાસભ્યોમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ડાંગના ધારાસભ્ય મંગળ ગાવીત, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા, લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ, ધારીના ધારાસભ્ય જેવી કાકડીયા અને ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂએ કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. હવે આ તમામ ધારાસભ્યો આવતીકાલે શનિવારે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થશે.