જૂનાગઢ : રાજ્યમાં અધિકારી રાજથી ભાજપના જ જનપ્રતિનિધીઓ પરેશાન છે. જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપના જ ત્રણ કોર્પોરેટરે પ્રશાસન પર સવાલ ઉઠાવ્યા છે. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ સતિષ ભીમાણી અને પૂર્વ પ્રમુખે અધિકારીઓની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવ્યા છે.


અધિકારીની વર્તણૂકના કારણે ભાજપ બદનામ થતી હોવાનો સતીષ ભીમાણીએ આરોપ લગાવ્યો છે. પૂર્વ ભાજપ પ્રમુખ સંજય ગોરડિયાએ તૈયાર થયેલા રોડના કામ પર સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ ધારાસભ્ય મહેંદ્ર મશરૂએ પણ કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ ધારાસભ્ય મહેંદ્ર મશરૂએ એમ્બ્યુલન્સ ખરીદવા મુદ્દે સવાલ ઉઠાવ્યા છે. જૂનાગઢ મનપામાં જો શાસક પક્ષના કોર્પોરેટરોની આ હાલત હોય તો જનતાનું કોણ સાંભળશે.

જૂનાગઢ મનપાનું જનરલ બોર્ડ મળ્યું હતું. બોર્ડમાં વિપક્ષની વેરામાફીની માંગને શાસક પક્ષે ફગાવી હતી. બહુમતીના જોરે વેરો યથાવત રાખ્યો છે. વિપક્ષ નેતા વેલમાં ધરણાં પર ઉતર્યા હતા. બોર્ડમાં વિપક્ષે ધમાલ બોલાવી હતી. સાશક પક્ષે પણ મનપાની કામગીરી મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા.