બનાસકાંઠાઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. ભરતસિંહ પછી કોંગ્રેસના અન્ય નેતા મૌલિન વૈષ્ણવ, ચેતન રાવલ અને ધારાસભ્ય ચિરાગ કાલરિયાને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે ભરતસિંહની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

રાજ્યસભાની ચૂંટણી પહેલા 15મી જૂને ભરતસિંહ સોલંકી અંબાજી મંદિરે દર્શન માટે ગયા હતા. અહીં ટેમ્પરેચર ગનમાં તેમનું તાપમાન 104 આવ્યું હતું. અંબાજી મંદિરના સિક્યુરિટી સ્ટાફે તેમને બેસવાનું કહેવા છતાં તેઓ મંદિરમાં દર્શન કરવા જતા રહ્યા હતા. ભરતસિંહ સોલંકીએ આરોગ્યની પરવા કર્યા વગર અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા.

ભરતસિંહ સોલંકી સાથે કાંતિ ખરાડી, રામ અવતાર અગ્રવાલ સહિતના લોકો હાજર રહ્યા હતા. તેઓ અંબાજી મંદિર ખાતે ઘણા લોકોના સંપર્કમાં આવ્યા હતા. 22 જૂનના રોજ તેમને કોરોના પોઝિટિવ આવ્યો હતો.