અમદાવાદ: અંબાજી પાસે ત્રિશુળીયા ઘાટ પાસે એક ખાનગી બસ પલટી મારતા 21 લોકોના મોત થયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે. અંબાજીના ત્રિશુળીયા ઘાટના રસ્તા પર એક ખાનગી લક્ઝરી બસ અચાનક પલટી મારી ગઈ હતી.


અંબાજી પાસેના ગમખ્વાર અકસ્માતને લઈને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પણ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું છે.  ગુહમંત્રી અમિત શાહે પણ બનાસકાંઠાના અકસમાત અંગે ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યુ છે.




મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંબાજી નજીક ત્રિશુળીયા ઘાટ પાસે બસ અકસ્માતને લઈને બનાસકાંઠા જિલ્લા કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરી વિગતો મેળવી છે. મુખ્યમંત્રીએ અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિઓને તાત્કાલિક યોગ્ય સારવાર મળે તે માટે જીલ્લા કલેકટર અને તંત્રને સૂચનાઓ આપી છે.

બનાસકાંઠાના અંબાજીના ત્રિશુળીયા ઘાટ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બસ ખાઈમાં ખાબકતા 21 મુસાફરોના મોત થયા છે. 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકો,પોલીસ અને પ્રશાસનની મદદથી બચાવ કામગીરી શરૂ કરાઈ છે.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અંબાજીના ત્રિસુળીયા ઘાટના રસ્તા પર એક ખાનગી લક્ઝરી બસ અચાનક પલટી મારી ગઈ છે. જેને પગલે બસમાં સવાર મુસાફરો લક્ઝરી નીચે દટાઈ ગયા છે.