ગાંધીનગર: રાજ્ય  સરકાર દ્વારા સચિવાલય સંવર્ગમાં ફરજ બજાવતા 9 નાયબ સેક્શન અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓને તેમના હાલના વિભાગોમાંથી બદલી કરીને નવા વિભાગોમાં નિમણૂક આપવામાં આવી છે. જેથી વહીવટી કાર્યક્ષમતા અને સંકલનમાં સુધારો લાવી શકાય. 

જાણો કોને ક્યાં મૂકાયા 

રિદ્ધિબેન રતનસિંહ ગઢવી: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાંથી બદલી કરીને તેમને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ખાતે નિમણૂક આપવામાં આવી છે. 

કપિલકુમાર દુલાભાઈ ઘાસકટા: ગૃહવિભાગમાં થી તેમની બદલી કરીને આદિજાતી વિકાસ વિભાગ ખાતે નિમણૂક કરાઈ છે. 

પ્રતાપભાઈ લુકાભાઈ બુંબાડિયા: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાંથી બદલી કરીને તેમને મહેસૂલ વિભાગ ખાતે મૂકવામાં આવ્યા છે. 

ધવલ રમેશચંદ્ર શાહ: આદિજાતિ વિકાસ  વિભાગમાંથી બદલી કરીને તેમને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ  વિભાગ ખાતે નિમણૂક આપવામાં આવી છે. 

રવિ રમેશગીરી ગોસ્વામી: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (સામાન્ય વહીવટ વિભાગ હેઠળ) માંથી બદલી કરીને તેમને ગૃહ વિભાગ ખાતે ફાળવવામાં આવ્યા છે. 

પૂજાબેન વિનોદભાઈ ચૌધરી: મહેસૂલ વિભાગમાંથી બદલી કરીને તેમને ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ  ખાતે નિમણૂક આપવામાં આવી છે.

ધાર્મિકકુમાર કાંતિલાલ પટેલ: અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગમાંથી બદલી કરીને તેમને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ખાતે નિમણૂક આપવામાં આવી છે. 

નવીનચંદ્ર દલાભાઈ ચૌધરી: પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાંથી બદલી કરીને તેમને ગૃહ વિભાગ ખાતે ફાળવવામાં આવ્યા છે. 

નિશાબેન વિષ્ણુભાઈ પટેલ: ગૃહ વિભાગમાંથી બદલી કરીને તેમને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ ખાતે નિમણૂક અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, ક્રમ-6 (શ્રી પૂજાબેન વિનોદભાઈ ચૌધરી) અને ક્રમ-7 (શ્રી ધાર્મિકકુમાર કાંતિલાલ પટેલ) પરના નાયબ સેક્શન અધિકારીઓની પ્રતિનિયુક્તિના સંદર્ભમાં તેમના સેવા વિષયક બાબતોનો વિભાગ તેમનો હાલનો વિભાગ જ રહેશે.  

રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા  13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર  નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.  આ બદલીઓમાં પ્રથમ નામ  અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.