ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 26 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 22 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,630 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 1,59,398 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 11, વડોદરા કોર્પોરેશનમાં 6, વલસાડમાં 4, સુર કોર્પોરેશનમાં 2, આણંદમાં 1, જૂનાગઢમાં 1, નવસારીમાં 1 નવો કોરોનાનો કેસ નોંધાયો હતો.જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 230 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 224 નાગરિકો સ્ટેબલ છે. 8,16,630 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 1 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 928 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3730 નાગરિકોને રસીનો પ્રથમ અને 39,408 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 11,728 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,03,603 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 1,59,398 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,43,40,215 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, અરવલ્લી, કચ્છ, ખેડા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, ડાંગ, તાપી, દાહોદ, દેવભૂમિ દ્વારકા, નર્મદા, પંચમહાલ પાટણ, પોરબંદર, બનાસકાંઠા, બોટાદ, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, મહીસાગર, મહેસાણા, મોરબી, રાજકોટ , રાજકોટ કોર્પોરેશન, વડોદરા, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગરમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.