રોજગારીઃ વલસાડમાં સિટી બસ કંડક્ટરની 15 જગ્યા માટે 900 યુવાઓએ કરી અરજી, યુવતીઓની સંખ્યા વધુ

હાલ જે ગ્રેજ્યુએટ થયા છે એમને જોઈએ એવી નોકરી નથી મળતી તો બીજી તરફ ભલે હંગામી ધોરણ હોઈ છતાં પાલિકાની જે બસ સેવા શરૂ થશે તેમાં કન્ડક્ટરની નોકરી કરવા યુવાનો તૈયાર છે અને એમાં પણ મહિલાઓની સંખ્યા વધુ છે.

Continues below advertisement

Employment in Gujarat: વલસાડ નગરપાલિકામાં ભવિષ્યમાં ચાલુ થનાર સિટી બસ સેવાની ભરતી માટે હંગામી ધોરણે બસ કંડકટરની ભરતી કરવાની હતી જેમાં ૧૫ જગ્યા માટે 900 થી વધુ યુવાનોએ અરજી કરી અને તેમાં 35% જેટલા ગ્રેજ્યુએટ યુવક યુવતીઓ હતા.

Continues below advertisement

હાલ ગુજરાતમાં યુવાનો ભણી તો લે છે પરંતુ તેઓને નોકરી જલ્દીથી મળતી નથી અને જેવી કોઈ નોકરીની જાહેરાત બહાર પડે છે યુવકો નોકરી માટે તૂટી પડે છે. વલસાડ નગરપાલિકામાં ભવિષ્યમાં ચાલુ થનાર સિટી બસ સેવામાં 15 કંડકટરની પોસ્ટ માટે 900 થી વધુ ફોર્મ આજે ભરાયા હતા. આ નોકરી માટે 35 ટકા જેટલા લોકો જ્યાં 12 પાસની મિનિમમ ક્વોલિફિકેશનની જરૂરિયાત છે ત્યાં 35 ટકાગ્રેજ્યુએટ લોકોએ અરજી કરી છે.

હાલ જે ગ્રેજ્યુએટ થયા છે એમને જોઈએ એવી નોકરી નથી મળતી તો બીજી તરફ ભલે હંગામી ધોરણ હોઈ છતાં પાલિકાની જે બસ સેવા શરૂ થશે તેમાં કન્ડક્ટરની નોકરી કરવા યુવાનો તૈયાર છે અને એમાં પણ મહિલાઓની સંખ્યા વધુ છે.

જ્યાં 15 લોકો લેવાના છે ત્યાં 900 થી વધુ અરજી આવી ગઈ હોય તો વલસાડ જેવા નાના શહેરમાં કઈ રીતે યોજગારનું નિયમન થઈ રહ્યું છે એ આ પરથીજ સમજાય છે. હાલ લોકો ગ્રેજ્યુએશન તો સહેલાઇ થી કરી લે છે પણ ત્યારબાદ નોકરીની શું પરિસ્થિતિ છે વલસાડ જિલ્લામાં જોવા મળી છે.

Continues below advertisement
Sponsored Links by Taboola