Valsad: વલસાડ જિલ્લામાં તો ભ્રષ્ટાચારે માઝા મૂકી છે. ક્ષતિગ્રસ્ત પુલોમાં વલસાડ જિલ્લો હાલ રેકોર્ડ સર્જી રહ્યો છે. હજુ તો 23 એપ્રિલે કાપરી ફાટકના જે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ થયું તે જ બ્રિજ ચાર મહિનામાં તો બે જગ્યાએથી બેસી ગયો છે. પહેલા સંજાણનો રેલવે ફ્લાયઓવર પછી ડુંગરીનો રેલવે ફ્લાયઓવરમાં ક્ષતિઓ દેખાઈ હતી. જેમાં કોન્ટ્રાકટર સામે કાર્યવાહી થઈ રહી છે. ત્યાં હવે વલસાડથી સુરત તરફ જતા કાપરી ગામે તાજેતરમાં જ બનેલા નવા રેલવે ઓવરબ્રિજ બે જગ્યાએથી બેસી ગયો છે. પુલના એપ્રોચ વિસ્તારમાં આવતા અને જતા બંને તરફ પુલનો કેટલોક ભાગ બેસી ગયો છે.  બ્રિજની સ્ટ્રેનથ ટેસ્ટ અને કમ્પલીશન સર્ટિફિકેટ આપ્યું તેને ક્યાં પરિબળોને ધ્યાનમાં લઈને સર્ટિફિકેટ આપ્યા હશે તે અહીં સૌથી મોટો સવાલ છે.


ક્ષતિગ્રસ્ત પુલોમાં વલસાડ હાલ રેકોર્ડ બનાવી રહ્યું છે, હજી 23 એપ્રિલે વલસાડનો કાપરી ફાટકના રેલ્વે ઓબરબ્રિજનું લોકાર્પણ થયું અને આજે તો એના એપ્રોચ વિસ્તારમાં બે જગ્યાએથી એ બેસી રહ્યો છે.


વલસાડ જિલ્લામાં પહેલા સંજાણનો રેલવે ફ્લાઈ ઓવર ત્યારબાદ ડુંગરીમાં જે રેલવે ઓવર બ્રિજ બન્યો હતો એમાં ક્ષતિઓ દેખાતા કાર્યવાહી થઈ રહી છે. ત્યાંતો વલસાડથી સુરત તરફ જવા માટે કાપરી ગામે એક રેલવે ઓવરબ્રિજ બન્યો, 23 એપ્રિલ એનું લોકાર્પણ મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ડો કે સી પટેલ અને ધારાસભ્ય ભરત પટેલની હાજરીમાં થયું હતું.  


ઓગસ્ટ મહિનો આવતા આવતા તેના એપ્રોચ વિસ્તારમાં આવતા અને જતા બન્ને બાજુ પુલ નો અમુક ભાગ બેસી ગયેલો જોવા મળ્યો છે, હજી એપ્રિલમાં જેનું લોકાર્પણ થયું હતુ એ પુલ ફરી ચર્ચામાં આવી ગયો છે, લાગે છે કે વલસાડ જિલ્લાને પુલો સાથે લેણું નથી અથવા જે પુલ બની રહ્યા છે એની યોગ્ય તપાસ થતી નથી અથવા એની સ્ટ્રેનથ ટેસ્ટ યોગ્ય રીતે થઈ નથી. જેમણે કમ્પ્લીસન સર્ટિફિકેટ આપ્યું એમને પણ શું તપાસયું હશે એ પ્રશ્ન મોટો છે.