Gujarat corona Upadate: છેલ્લા 24 કલાકમાં ગુજરાત(Gujarat)માં કોરોના વાયરસ(Coronavirus)ના 979 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 979 નવા કોરોના કેસ નોંધાયા છે. આજે 873 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 335 નવા કેસ નોંધાયા છે.


આજે ક્યાં કેટલા કેસ નોંધાયા ?
 
રાજ્યમાં આજે નોંધાયેલા નવા 979 કોરોના કેસોમાં સૌથી વધુ કેસ માત્ર અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં નવા 335 કેસ નોંધાયા છે.તે સિવાય મહેસાણામાં 103, વડોદરા કોર્પોરેશનમાં 66, સુરત કોર્પોરેશનમાં 49, કચ્છમાં 46, રાજકોટ કોર્પોરેશનમાં 33, ભાવનગર કોર્પોરેશનમાં 31, ગાંધીનગરમાં 27, ગાંધીનગર કોર્પોરેશનમાં 24, બનાસકાંઠામાં 23, સુરતમાં 23, રાજકોટમાં 22, ભરૂચમાં 21, મોરબીમાં 20, પાટણમાં 18, સાબરકાંઠામાં 18, આણંદમાં 16, નવસારીમાં 15, વલસાડમાં 12, અમરેલીમાં 11, વડોદરામાં 8, ભાવનગરમાં 7, જામનગરમાં 7, જામનગર કોર્પોરેશનમાં 7, પંચમહાલમાં 6, પોરબંદરમાં 5, સુરેન્દ્રનગરમાં 5, તાપીમાં 5, જૂનાગઢ અને જૂનાગઢ કોર્પોરેશનમાં બે, બોટાદ, દાહોદ અને ગીર સોમનાથમાં એક નવો કેસ નોંધાયો હતો.


રાજ્યમાં કોરોનાથી થયેલા કુલ દર્દીઓના મોતનો આંકડો 10,964 પર પહોંચ્યો છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 5781 એક્ટિવ કેસ છે. જેમાંથી 14 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો બીજી તરફ આજે કુલ 873 દર્દીઓએ કોરોનાથી સાજા થયા છે. અને આજના આંકડા સાથે અત્યાર સુધી રાજ્યમાં કુલ 12,34,243  લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે.


ત્રણ લાખથી વધુ લોકોને રસી અપાઇ


રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 3,19,537 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1948 ને રસીનો પ્રથમ અને 7127 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 232 ને રસીનો પ્રથમ અને 1540 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 31803 લોકોને પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 3127 ને રસીનો પ્રથમ અને 3921 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના 270839 લોકોને  પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,46,21,565 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


 


RBI MPC Meeting: હજુ વધશે લોનના હપ્તા, RBI 5 ઓગસ્ટે સતત ત્રીજી વખત રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે


Gujarat Hooch Tragedy: આ શહેરમાં લઠ્ઠાકાંડની સારવારમાં આવેલા 13 દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા, જાણો વિગત


ખુશખબર, આગામી ICC Women’s World Cup 2025 ભારતમાં યોજાશે, 9 વર્ષ બાદ મળ્યો મોકો


Googleએ લોકોના મોબાઇલમાથી ડેટા ચોરતી 30 એપ્સ પકડી, પ્લે સ્ટૉરમાંથી કરી બ્લૉક, ફોનમાં હોય તો કરી દો ડિલીટ, જુઓ..................