ગાંધીનગરઃ રાજ્યમાં આજે સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય રાજસ્થાન પાસે એક સર્ક્યુલેશન સક્રિય થતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જોકે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે.


રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 69 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. છેલ્લા 24 કલાકમાં 189 તાલુકાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસ્યો છે. બનાસકાંઠાના ધાનેરામાં બુધવારના બપોર બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. ધાનેરામાં એક કલાકમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે શહેરમાં ઠેર- ઠેર પાણી ભરાઈ ગયા હતાં. ધાનેરા- ડીસા રોડ પર પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.


ભાવનગરમાં પણ એક સપ્તાહના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદના કારણે રોડ- રસ્તા પર પાણી વહેતા થયા હતા.  ભારે વરસાદના કારણે શહેરના કુંભારવાડા, કાળિયાબીડ, વિરાણી સર્કલ, વડવા વિસ્તાર, પ્રભુદાસ તળાવ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા.


Gujarat Rains: આબુ-અમદાવાદ હાઈવે સ્વિમિંગ પુલમાં ફેરવાયો, વાહન વ્યવહારને અસર


વરસાદના કારણે આજે બનાસકાંઠાના અંબાજી પોલીસ સ્ટેશન પાસે હાઇવે માર્ગ બેટમાં ફેરવાયો છે. આબુ-અમદાવાદ હાઈવે માર્ગ પાણી પાણી થયો છે. બનાસકાંઠાના 14 જિલ્લાઓ પૈકી દાંતા તાલુકામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે હાઇવે માર્ગ સ્વીમીંગ પુલમાં ફેરવાયો છે અને વાહન વ્યવહારને અસર થઈ છે. બનાસકાંઠામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દાંતામાં વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું છે.


 


 


RBI MPC Meeting: હજુ વધશે લોનના હપ્તા, RBI 5 ઓગસ્ટે સતત ત્રીજી વખત રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે


Gujarat Hooch Tragedy: આ શહેરમાં લઠ્ઠાકાંડની સારવારમાં આવેલા 13 દર્દીઓ હોસ્પિટલમાંથી ભાગી ગયા, જાણો વિગત


ખુશખબર, આગામી ICC Women’s World Cup 2025 ભારતમાં યોજાશે, 9 વર્ષ બાદ મળ્યો મોકો


Googleએ લોકોના મોબાઇલમાથી ડેટા ચોરતી 30 એપ્સ પકડી, પ્લે સ્ટૉરમાંથી કરી બ્લૉક, ફોનમાં હોય તો કરી દો ડિલીટ, જુઓ..................