માલપુરઃ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં ડેન્ગ્યુથી ૯ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું ચએ. રોહિત ફળિયા વિસ્તારમ રહેતી બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વિસ્તારમાં ગંદકીના કારણે રોગચાળાની શક્યતા છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વે કરાયો છે. 


ચાર દિવસ પહેલા  વડોદરા શહેરમાં 19 વર્ષીય આશાસ્પદ ખેલાડીનું ડેન્ગ્યુથી મોત નિપજ્યું હતું. આજવા રોડ ખાતે રહેતી સાક્ષી રાવલનું ડેંગ્યુથી મોત નીપજ્યું હતું. ડેંગ્યુના કારણે મોતને ભેટનાર સાક્ષી રાવલ નેશનલ પ્લેયર હતી. 2019માં ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં સાક્ષી રાવલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. પાણી જન્ય રોગચાળાએ નેશનલ પ્લેયર સાક્ષી રાવલ નો ભોગ લીધો હતો. નેશનલ પ્લેયર સાક્ષી રાવલના મોતથી પરિવારજનો અને સાથી ખેલાડીઓમાં શોકની લાગણી ફરી વળી હતી. 


આ પણ વાંચોઃ કોરોનાને લઈ મોટા રાહતના સમાચારઃ ગુજરાતના 10 જિલ્લા બન્યા કોરોનામુક્ત


વડોદરા શહેરમાં રોગચાળોનો વ્યાપ વધ્યો છે. પાણીજન્ય અને માછરજન્ય બીમારી ઝડપથી વધી રહી છે. શહેરમાં એક દિવસમાં તાવના 519, ઝાડા ઉલ્ટીના 126 કેસ નોધાયા હતા. ડેન્ગ્યુના 12 પોઝિટિવ કેસ નોધાયા છે. 11 બાંધકામ સાઈટો, 7 હોસ્ટેલ અને સ્કુલ મચ્છરના ઉત્પત્તી સ્થાન મળી આવ્યા હતા. છેલ્લા 6 દિવસમાં ઝાડા ઉલ્ટીના 690, તાવના 1667, ડેન્ગ્યુ ના 18, શંકાસ્પદ કમડાના 3 કેસ નોંધાયા હતા. તમામના માલિકોને નોટીસ ફટકારવામાં આવી છે.


બનાસકાંઠાના પાલનપુરમાં જાહેર સ્થળોએ પોરા નીકળતા કાર્યવાહી કરાઈ હતી. શહેરના 10 જેટલા સ્થળોએ ચેકીંગ હાથ ધરાયું હતું. ચેકીંગ દરમ્યાન 4 સ્થળોએ પોરા મળી આવતા દંડ ફટકારાયો હતો.  નગરપાલિકા દ્વારા 18 હજારનો દંડ ફટકારાયો હતો.  ડેન્ગ્યુ તેમજ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા કાર્યવાહી. આરોગ્ય વિભાગ તેમજ પાલનપુર  નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાઇ હતી. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં પાંચ રેલવે સ્ટેશનનું કરાશે રિ-ડેવલપમેન્ટ, RLDAને સોંપવામાં આવી કામગીરી


અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો યથાવત છે. ચોમાસાની ઋતુ દરમિયાન 5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. ચાલુ માસમાં સાદા મેલેરિયાના 15, ઝેરી મેલેરિયાના 2 કેસ નોંધાયા છે, જ્યારે ડેન્ગ્યુના 16 કેસ ચાલુ માસ દરમિયાન નોંધાયા છે.