ગુજરાતમાં કોરોના વાયરસના (Gujarat Corona Cases) 21 કેસ નોંધાયા છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના વાયરસના કેસ શૂન્ય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 21 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 24 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં આજે એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,802 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ 5,00,105 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 3,76,32,704 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
હાલમાં અત્યાર સુધી 206 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 04 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 202 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,802 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10077 લોકોનાં મોત થઇ ચુક્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 24 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,802 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા જેટલો છે.
આજે ક્યાં નોંધાયા કેસ
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 5, રાજકોટ 2, સુરત 2, વડોદરા કોર્પોરેશન 2, જામનગર કોર્પોરેશન 1, ખેડા 1, રાજકોટ કોર્પોરેશન 1 કેસ નોંધાયો હતો.
ક્યાં ન નોંધાયો એકપણ કેસ
આજે અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી વડોગરા અને વલસાડમાં એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયો.