ગાંધીનગરઃ ગુજરાતમાં ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર ફી ભરવા માટે દબાણ થઈ રહ્યું છે. બીજી તરફ વાલીઓ ફી માફી માટે માગ કરી રહ્યા છે ત્યારે વિજય રૂપાણી સરકાર આ મુદ્દે આજે બુધવારે બહુ મોટો નિર્ણય લે તેવી શક્યતા છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને થોડી વારમાં કેબિનેટ બેઠક શરૂ થવાની છે. આ બેઠકમાં રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ, કોરોનાન વધતા કેસોને કારણે શું વ્યૂહરચના અપનાવવી, ખેડૂતોના પ્રશ્નો, વાવેતર પહેલાં વરસાદની સ્થિતીની સમીક્ષા, વાવેતર વિસ્તાર અને પાકની ચર્ચા કરાશે. આ ઉપરાંત રાજ્યની અંદર ચાલી રહેલા વાલીઓનો સ્કૂલ ફી માફી આંદોલન સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. આ મુદ્દે કોઈ નક્કર નિર્ણય લેવાય તેવી શક્યતા પણ સૂત્રો વ્યક્ત કરી રહ્યાં છે. આ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા મોટા નીતિવિષયક નિર્ણયો પણ લેવાઈ શકે છે.

રાજ્યમાં  અનલોક ટુની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તે મુદ્દે પણ કેબિનેટ બેઠકની બેઠકમાં સમીક્ષા થશે.