અમદાવાદઃ રાજ્યમાં સવારના 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં 145 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ડાંગમાં સુબિર તાલુકામાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જામનનગરના કાલાવાડમાં 2.87 ઇંચ વરસાદ, ગીર-સોમનાથના વેરાવળમાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો છે.


ઉપરાંત જામનગરના ધ્રોલમાં 1.88 ઇંચ, જુનાગઢના મેંદરડામાં 1.86 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 1.81 ઇંચ અને અમેરિલાના વાડિયામાં 1.78 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા થન્ડર સ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. જેને લઇ રાજ્યમાં ભારે પવન અને વીજળી સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. રાજ્યમાં મંગળવારે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તો આ સાથે રાજ્યના કેટલાક તાલુકાઓમાં સવારથી વરસાદની એન્ટ્રી થઈ ગઈ હતી. જ્યારે કેટલાક તાલુકાઓમાં  બપોર બાદ વરસાદ ખાબક્યો હતો.

ક્યાં કેટલો વરસાદ પડ્યો

ડાંગ - સુબિર તાલુકામાં 3.7 ઇંચ

જામનગર ના કાલાવાડ માં 2.87 ઇંચ વરસાદ

ગીર સોમનાથના વેરાવળ માં 2.24 ઇંચ વરસાદ

જામનગર ના ધ્રોલ માં 1.88 ઇંચ વરસાદ

જુનાગઢના મેદરડા માં 1.86 ઇંચ વરસાદ

અરવલ્લી ના મોડાસામાં 1.81 ઇંચ વરસાદ

અમરેલીના વડિયા માં 1.78 ઇંચ વરસાદ

આ ઉપરાંત સુરેન્દ્રનગરના ચુડામાં અને જૂનાગઢના ભેસાણમાં પણ વરસાદ પડ્યો હતો.