રાજ્યમાં સતત વધી રહેલા ઝોલા છાપ ડૉક્ટરોથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યાં છે, હવે આ અંગે સરકારે એક્શન લેતા મહીસાગરમાં મોટી કાર્યવાહી કરી જેમાં બે બૉગસ ડૉક્ટરોને ઝડપી પાડવામા આવ્યા હતા. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના આકલીયા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. ડિગ્રી વગર બીમાર લોકોની કરતો હતો દવા મહીસાગર SOG દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બાઈક ઉપર જઈને અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં ડોક્ટર તરીકે એલોપેથીક દવા કરી ઇજેક્સન આપી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. પોલીસે બાઈક દવા રોકડ મળી 34,764 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી બોગસ ડોક્ટર ભરતભાઈ રામાભાઇ ડામોરની SOG એ અટકાયત કરી છે. માત્ર ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હોવા છતાં ડોક્ટર બની દવા કરતો હતો. બાળકીની દવા કરવા માટે પહોંચેલ બોગસ ડોક્ટરને SOG દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.


આ પહેલા પંચમહાલમાં વેજલપુર પોલીસે બાતમીનાં આધારે બે ઝોલા છાપ ડૉકટરને રંગેહાથે ઝડપી પાડ્યા હતા, આ બન્ને પાસેથી પોલીસે એલૉપેથિક  દવાનાં જથ્થા સહિત કુલ 67600 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. આ બન્ને ડૉક્ટરો પર આરોપ છે કે બન્ને બૉગસ ડૉક્ટરો પાસે કોઇપણ જાતની ડિગ્રી નથી અને ડિગ્રી વિના કાલોલ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં દર્દીઓની સારવાર કરીને દવાઓ પણ આપી રહ્યાં હતા. આ બન્ને બૉગસ ડૉક્ટરોના નામ ઉજ્જવલ કુમાર નિર્મલઇન્દુ હળદર અને સરનન્દુ સુક્લાલ હળદર છે, બન્નેની અટકાયત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આજે પણ આપણા દેશમાં ડોક્ટર બનવાનું ચલણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને આવી સ્થિતિમાં મોટાભાગના વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે, પરંતુ આજે પણ જો ડોક્ટર્સ જોવામાં આવે તો તેઓ આ ક્ષેત્રમાં જ કારકિર્દી બનાવવા માંગે છે. આજે પણ ઘણા વિસ્તારો અને નાના શહેરોમાં નકલી ડોકટરો મોટી સંખ્યામાં જોવા મળે છે.આવા ડોકટરો કોઈ પણ ડીગ્રી વગર લોકોની સારવાર કરે છે, પરંતુ ઘણી વખત એવું પણ બને છે કે ખોટી સારવારને કારણે દર્દીની હાલત બગડી જાય છે. જ્યારે પણ તમે તબીબી ક્ષેત્રના ડૉક્ટરને લગતી સારવાર લઈ રહ્યા છે, તો પછી તેમના ડૉક્ટર રજિસ્ટ્રેશન નંબર દ્વારા સંપૂર્ણ વિગતો લઈને, ડૉક્ટર સાચા છે કે નકલી છે તે જોવું જોઈએ. તમે નેશનલ મેડિકલ કાઉન્સિલની વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.