મોરબીઃ એક કરૂણ ઘટનામાં દિવાળીના તહેવારોમાં ફરવા નિકળેલા અમદાવાદના પરિવારને મોરબી પાસે અકસ્મત નડતાં એક જ પરિવારના 4 સભ્યોનાં મોત થયાં છે. એક સાથે ચાર-ચાર લોકોનાં મોત થતાં આખા પરિવારના લોકોમાં શોકનો માહોલ છે. અમદાવાદનો પરિવાર દિવાળીમાં ફરવા નીકળ્યો હતો ત્યારે કાર કુવામાં પડી જતા ચાર લોકોનાં મોત થયાં હતાં.
આ દુર્ઘટનામાં કાર જી.જે. એચ ઝેડ 1453ના ચાલક અને કારમાં આગળ બેઠેલા રતિલાલભાઈ તેમજ તેમનો દીકરો દિનેશ કારમાંથી બહાર નીકળી જતાં જીવ બચ્યો હતો. રતિલાલના પત્નિ અને દિનેશના પત્નમિ તથા પુત્રો મોતને ભેટ્યા હતા.
મૃતકોમાં પરિવારમાં મોભી મંજુલાબેન રતિલાલ પ્રજાપતિ (ઉમર વર્ષ 60) ઉપરાંત તેમના પુત્રવધુ મીનાબેન દિનેશભાઇ પ્રજાપતિ (ઉમર વર્ષ 43) , પૌત્ર ઓમ દિનેશભાઈ પ્રજાપતિ (ઉમર વર્ષ 7) અને બીજા પૌત્ર આદિત્ય દિનેશભાઇ પ્રજાપતિ (ઉમર વર્ષ 16) નાં મૃત્યુ નિપજ્યાં હતાં. ઓમ અને આદિત્ય મંજુલાબેનના પુત્ર દિનેશભાઈના પુત્રો છે.
આ દુર્ઘટના વાંકાનેરના કણકોટ નજીકની છે. આ ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદનો પરિવાર દિવાળીમાં ફરવા નીકળ્યો હતો ત્યારે મોડી રાત્રે આ ઘટના બની હતી. આ દુર્ઘટનામાં કાર કુવામાં પડી જતા ચાર લોકોનાં મોત થયાં હતાં. ઘટનાની જાણ થતા મોરબી અને રાજકોટ ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. કારમાં સવારમાં સવાર મંજુલાબેન રતિલાલ પ્રજાપતિ, તેમના પુત્રવધુ મીનાબેન દિનેશભાઇ પ્રજાપતિ, પૌત્ર દિનેશભાઈ પ્રજાપતિ અને આદિત્ય દિનેશભાઇ પ્રજાપતિના મૃત્યુ નિપજ્યા હતા.