વીડિયો સાબરકાંઠાના તલોદની આઈસીડીએસ ઓફિસનો છે. જ્યાં અધિકારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. એક હાથમાં મોબાઈલથી વાત કરી રહ્યા છે તો બીજા હાથમાં દારૂનો ગ્લાસ છે. વિષ્ણુસિંહ નામના આ કર્મચારીનો ઓફિસમાં દારૂ પીતો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
આ અંગે તાલુકા ICDS અધિકારી તેજલ શાહનો સંપર્ક કરતા તેમને કહ્યું કે શરાબ પીનારો કર્મચારી વિષ્ણુસિંહ તલોદ ICDS ઓફિસમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે.
દારૂની મહેફિલ માણતા કલાર્કને ફરજ મોકૂફ કરાયો છે. વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થતાં જિલ્લા વહીવટી વિભાગ હરકતમાં આવ્યું છે. કલેક્ટરે આ ઘટનાને શરમજનક ગણાવી છે. કર્મચારી સામે કડક કાર્રવાઈ કરવાની પણ સૂચના આપવામાં આવી છે. કર્મચારી સામે ખાતાકીય અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશ કલેક્ટરે આપ્યા છે.