Gujarat Rain Forecast: બંગાળીની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મહારાષ્ટ્ર પરથી થઇને ગુજરાત પર આવતા ગુજરાતમાં પાછલા 3થી 4 દિવસ ભારે વરસાદ વરસ્યો. આ સિસ્ટમની  સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને થઇ છે. આ સિસ્ટમના કારણે કેટલાક જિલ્લામાં ભારે તો કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ વરસ્યો. સાતના નોરતાથી શરૂ થયલો વરસાદ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અવિરત વરસતાં વરસાદે નવરાત્રિ અને દશેરાની મજા બગાડી હતી.

Continues below advertisement

બંગાળની સિસ્ટમ જે સર્જાઇ હતી જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો, આ સિસ્ટમ હવે ચક્રવાતમાં ફેરવાય તેવી શક્યતા જોવાઇ રહી છે.  હવામાન વિભાગે પણ તેની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી આ સિસ્ટમ પહેલા લો પ્રેશર એરિયા બની હતી બાદ વેલ માર્ક લો પ્રેશેર એરિયામાં ફેરવાઇ બાદ ડિપ્રેશન બને અને હવે તે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાય છે.                                                              

ગુજરાતના કયાં જિલ્લામાં પડશે ભારે વરસાદ

Continues below advertisement

આ સિસ્ટમ આવનાર 12 કલાકમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. આ સિસ્ટમ હાલ ડીપ ડિપ્રેશનની સ્થિતિમાં છે. બાદ તે સાયક્લોનિક સ્ટ્રોર્મ બને બાદ તે સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ બને છે. આ સિસ્ટમ 12 કલાકમાં વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે. આગામી 24 કલાક બાદ આ સિસ્ટમ વધુ મજબૂત બનતાં ગંભીર ચક્રવાતમાં ફેરવાઇ જશે. જો કે આ સિસ્ટમના હાલના ટ્રેકને જોતા અંદાજ લગાવી શકાય કે વાવાઝોડાનો ગુજરાતને કોઇ ખતરો નથી. જો કે આ  સિસ્ટમના કારણે હાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ગાઢ વાદળો છવાયેલા છે અને ક્યાંક કોઇ વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ પડી રહ્યાં છે. આ સિસ્ટમની અસરથી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ પણ ઝડપી રહેશે.

આ સિસ્ટની અસરથી આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદ વરસશે. ખાસ કરીને કચ્છ, દેવભૂમિ દ્વારકા,જામનગર, પોરબંદર, જૂનાગ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગરમાં મધ્યમથી વધુ ભારે વરસાદની શક્યતા છે.  આવનાર 5 ઓક્ટોબરથી ફરી એકવાર રાજયમાં વરસાદનું જોર વધશે. આ સમય દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.