યાત્રાધામ અંબાજી જ્યાં એક માઈભક્તે મા અંબાના ચરણોમાં 1 કિલો 100 ગ્રામ સોનું અર્પણ કર્યું છે. મા અંબાજીના મંદિર પર સુર્વણ શિખરની કામગીરી ચાલી રહી છે. ત્યારે માઈભક્તે આપેલું 51 લાખ 54 હજાર 600 રૂપિયાના આ સોનાનો સુવર્ણ શિખર માટે ઉપયોગમાં લેવામાં આવશે.

અત્યાર સુધી અંબાજીમાં 61 ફૂટ સુવર્ણ શિખરની કામગીરી પૂર્ણ થઈ છે. 61 ફૂટના સુવર્ણ શિખરમાં અત્યાર સુધીમાં 140 કિલો 435 ગ્રામ સોનું અને 15 હજાર 711 કિલો તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મંદિરને ભારતભરમાં સૌ પ્રથમ સંપૂર્ણ સુવર્ણમય બનાવવાના ભાગરૂપે સુવર્ણમય યોજના દાખલ કરવામાં આવી હતી. અંબાજી મંદિરને ગઈકાલે એક માઈભક્ત દ્વારા ૧ કિલો ૧૦૦ ગ્રામ સોનાની ભેટ ધરાવવામાં આવ્યું હતું. તેની કિંમત ૫૧ લાખ ૫૪,૬૦૦ થવા જાય છે. આ માઈભક્ત દ્વારા પોતાનું નામ ગુપ્ત રાખવા જણાવેલ.



હાલમાં સુવર્ણ યોજના-૨ હેઠળ સોનાના દાનનો સ્વીકાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેને યાત્રિકોમાંથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેથી ભવિષ્યમાં અંબાજી મંદિર સંપૂર્ણ સુવર્ણમય બની જશે જેનો બહોળો લાભ યાત્રિકોને મળશે.