Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું, આજે 480 નવા કેસ નોંધાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Mar 2021 07:53 PM (IST)
છેલ્લા 24 કલાકમાં 480 નવા કેસ નોંધાયા હતા જ્યારે 369 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ મૃત્યુ થયું નથી.
પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 480 નવા કેસ નોંધાયા હતા જ્યારે 369 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ મૃત્યુ થયું નથી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4412 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધી 264564 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.36 ટકા પર પહોંચ્યો છે. હાલ 2749 એક્ટિવ કેસ છે, જેમાંથી 40 લોકો વેન્ટિલેટર પર અને 2709 લોકો સ્ટેબલ છે. આજે ક્યા કેટલા કેસ નોંધાયા ? આજે અમદાવાદ કોર્પોરેશનમાં 98, સુરત કોર્પોરેશન 91, વડોદરા કોર્પોરેશનમાં 80, રાજકોટ કોર્પોરેશન 45, જામનગર કોર્પોરેશન-14, સુરત 14, વડોદરા 13, આણંદ 10, કચ્છ 10, રાજકોટ 9, ભાવનગર કોર્પોરેશન 8, અને ભરુચમાં 7 કેસ નોંધાયા હતા. વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 11,09,515 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 2,45,010 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 1,31,969 લોકોને રસી આપવામાં આવી છે.