અમદાવાદમાં સોલાવિસ્તારમાં સ્થાનિક દ્રારા ચલાવાતા મરઘા ઉછેર કેન્દ્રમાં 2 મરધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ થઇ ગયું છે અને અન્ય મરધાનો નાશ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. પોર્ટીથી 10 કિલોમીટર સુધીના વિસ્તારમાં મરધા કે ઇંડા વેચવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ આદેશનો ભંગ કરનાર સામે કલમ 188 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.


સ્થાનિક દ્રારા સોલા વિસ્તારમાં મરઘા ઉછેર કેન્દ્ર ચલાવવામાં આવતું હતું. અહીંથી દસ મરઘાના સેમ્પલ લેવામાં આવ્યાં હતા. દસમાંથી 2 મરધાના રિપોર્ટ પોઝિટિવ આવતા, તંત્ર સફાળું જાગ્યુ હતું અને એક કિલોમીટર સુધી સર્વે અને તપાસની કામગી હાથ ઘરવામાં આવી છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ ટીમ દ્વારા સેનેટાઇઝિંગની કામગીરી પણ હાથ ધરાઇ છે. ઘટનાસ્થળેથી એક કિલોમીટર સુધી મળી આવતા મરઘાને નાશ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત અન્ય દસ મરઘા બીમાર હોવાથી તેના સેમ્પલ ભોપાલ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યાં છે.