બોલીવૂડમાં પોલીસ પર અત્યાર સુધીમાં અનેક ફિલ્મો બની છે. આ ફિલ્મોમાં મોટાભાગે પુરૂષોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પરંતુ હવે ગુજરાત માટે ગર્વ લેવા જેવી વાત છે. ગુજરાત એટીએસના ચાર મહિલા પોલીસકર્મીઓ પર ફિલ્મ બનશે. બોલીવુડના ડાયરેક્ટર આશિષ આર મોહન ફિલ્મ બનાવવાના છે. ગુજરાતની આ ચારેય મહિલા પોલીસકર્મીઓએ એક ખતરનાક મિશનને પાર પાડી આરોપીને ઝડપી લીધો હતો.
ગુજરાત એટીએસમાં ફરજ બજાવતા PSI સંતોક ઓડેદરા, નિતીમિકા ગોહિલ, અરૂણા ગામેતી, સિમ્મી માલે પર આ ફિલ્મ બનવા જઈ રહી છે. તેમના કામથી પ્રભાવિત થઈ 'ખિલાડી 786'નાં ડિરેક્ટર આશિષ મોહને તેમના પર ફિલ્મન બનાવવાનો નિર્ણય લીધો છે.
ગુજરાત એટીએસના DIG હિમાંશુ શુક્લા હતા ત્યારે તેમણે આ ચારેય મહિલાકર્મીઓને મહત્વની જવાબદારી આપી હતી. ચારેય મહિલા અધિકારીઓએ એક મહત્વના મિશન હેઠળ કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલારખાની ધરપકડ કરી હતી.
આ ફિલ્મના ડાયરેક્ટર આશિષ આર મોહને કહ્યુ કે, ગુજરાત એટીએસની આ બહાદુર મહિલાઓની પ્રેરણાદાયક કહાનીને સિલ્વર સ્ક્રીન પર દેખાડવી ખરેખર ગર્વની વાત છે. મહત્વનું છે કે બોલીવુડના ડાયરેક્ટર આશિષ આર મોહન અત્યાર સુધી ખેલાડી 786, ગોલમાલ રિટર્ન જેવી ફિલ્મો આપી છે.
કુખ્યાત ગેંગસ્ટરની ધરપકડ કરનાર ગુજરાત ATSની ચાર મહિલા પોલીસકર્મીઓ પર બનશે ફિલ્મ, જાણો વધુ વિગતો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Mar 2021 07:04 PM (IST)
ગુજરાત માટે ગર્વ લેવા જેવી વાત છે. ગુજરાત એટીએસના ચાર મહિલા પોલીસકર્મીઓ પર ફિલ્મ બનશે. બોલીવુડના ડાયરેક્ટર આશિષ આર મોહન ફિલ્મ બનાવવાના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -