પાલનપુરઃ રાજ્યમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તેમાં પણ ખાસ કરીને અમદાવદ, સુરત જેવા શહેરોની સ્થિતિ વધારે ખરાબ છે. કોરોનાથી બચવા અનેક શહેરો, ગામડાઓમાં લોકોએ સ્વયંભૂ લોકડાઉન (Self Lockdown) નાંખ્યું છે ત્યારે પાલનપુર શહેરમાં કોરોનાની ચેઈન તોડવા અનોખું પગલું ભરવામાં આવ્યું છે.


પાલનપુર શહેરમાં આજથી એટલે કે 23 એપ્રિલથી 27 એપ્રિલ સુધી જનતા કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈ શહેરમાં ઘણી જગ્યાએ જનતા કર્ફ્યૂના બોર્ડ લગાવાયા છે. શહેરમાં વેપારી એસોસિએશન દ્વારા જનતા કર્ફ્યુના બોર્ડ લગાવ્યા છે. જનતાને સહયોગ આપવા વેપારી એસોસિએશન દ્વારા અપીલ કરવામાં આવી છે.


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5877 પર પહોંચી ગયો છે.  


રાજ્યમાં આજે 5,010 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,55,875 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 92 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 92084 પર પહોંચ્યો છે. જેમાંથી 376 લોકો વેન્ટિલેટર પર અને 91708 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.41 ટકા છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 22,  રાજકોટ કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન-10,  સુરત-5, મહેસાણમાં 3, જામનગર કોર્પોરેશન-5,  બનાસકાંઠા-5, જામનગર-4, વડોદરા-4,  પાટણ-3, ભરૂચ 2,  ભાવનગર કોર્પોરેશન-3, ગાંધીનગર 2, ભાવનગર 3, જૂનાગઢ કોર્પોરેશન 2, જૂનાગઢ 2, દાહોદ 1, પંચમહાલ 1, વલસાડ 1, સુરેન્દ્રનગર 3, અમરેલી 1, અમદાવાદ 1, સાબરકાંઠા 5, મહીસાગર 1, મોરબી 4, રાજકોટ 4, ગીર સોમનાથ 2, અરવલ્લી 1, નર્મદા 1 અને દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા હતા.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 5142,  સુરત કોર્પોરેશનમાં 1958, રાજકોટ કોર્પોરેશન- 697, વડોદરા કોર્પોરેશન-598,  સુરત-518, મહેસાણા-444, જામનગર કોર્પોરેશન-336, બનાસકાંઠા-236,  જામનગર-228, કચ્છ-214, વડોદરા-183,  ગાંધીનગર કોર્પોરેશન-161, પાટણ-158,  ભરૂચ 157, ભાવનગર કોર્પોરેશન-148, ગાંધીનગર 115, ખેડા 114, નવસારી 107, ભાવનગર 106, તાપી 103, જૂનાગઢ કોર્પોરેશન 102, જૂનાગઢ 100, દાહોદ 97, પંચમહાલ 97, વલસાડ 95, સુરેન્દ્રનગર 87, અમરેલી 85, અમદાવાદ 84, સાબરકાંઠા 84, મહીસાગર 77, મોરબી 66, રાજકોટ 65, ગીર સોમનાથ 63, અરવલ્લી 55, નર્મદા 52, આણંદ 42, દેવભૂમિ દ્વારકા 39, પોરબંદર 34, છોટા ઉદેપુર 25, બોટાદ 19 અને ડાંગમાં 14 કેસ નોંધાયા હતા.


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 91,51,776 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,07,297 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,08,59,073 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.