Siddhapur: સિદ્ધપુરમાં પાણીની પાઇપ લાઈનમાં માનવ અવશેષો મળવાનો સીલસીલો યથાવત છે. પાણીની પાઇપલાઈનની સફાઈ બાદ વધુ તપાસ હાથ ધરાઈ હતી. આજે પણ માનવ અવષેશોના અંગ મળી આવ્યા છે. ડોસીની પોળ વિસ્તારમાંથી પગનો ભાગ મળી આવ્યો છે. પાઇપલાઈનની સફાઈ દરમિયાન અન્ય માનવ અંગો મળી આવ્યા છે. તમને જણાવી દઈએ કે, સિદ્ધપુરમાં પાણીની પાઇપલાઈનમાંથી સતત માનવ અંગો મળી રહ્યા છે. 


તો બીજી તરફ પાણીની પાઇપલાઈનમાં સીસીટીવી કેમેરાથી તપાસ હાથ ધરાઈ હતી. અમદાવાદ amc માંથી સીસીટીવી કેમેરા સજ્જ ટીમ સિદ્ધપુર બોલાવાઈ હતી. પાણી પાઇપલાઈન નાની હોવાને લઇ સીસીટીવી કેમેરા માત્ર બહારથી તપાસ કરાઈ હતી. કેમેરા અંદર સુધી ન જતા પાઇપલાઈનમાં કોઈ માનવ અવશેષો છે કે કેમ તેની તપાસ ન થઇ શકી. પાઇપનો ડાયાગ્રામ નાનો હોઈ સીસીટીવી કેમેરા પાઇપલાઈનમાં અંદર જતા અટક્યા હતા. જેથી સીસીટીવી કેમેરાની વ્યવસ્થા અહીં વ્યર્થ સાબિત થઇ હતી. પાઇપની અંદરની તપાસ અહીં અટકતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. 


નસવાડીમાં રસ્તે ચાલતા શ્રમિકનું હાર્ટ એટેકથી મોત


નસવાડીમાં રસ્તે ચાલતા શ્રમિકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. માથે પોટલું લઈને જતો શ્રમિક અચાનક ઢળી પડ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ખરમડાના પિતા-પુત્રી અને ભત્રીજો ડુંગર ઉપર ટીમરું પાન વીણી માથે પોટલાં મૂકી ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક સોમાભાઈ રાઠવાને હૃદય રોગનો હુમલો આવતા તેઓ રોડ પર જ પડી ગયા હતા. ધોમધોમતા તાપ વચ્ચે પેટિયું રડતા શ્રમિકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક સોમાભાઈ રાઠવાની ઉંમર 60 વર્ષની હતી.


સુરતમાં પિતાએ ખેલ્યો ખુની ખેલ, છરી વડે પરિવાર પર કર્યો હુમલો


સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પિતા દ્વારા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હુમલો છે. પિતાએ કરેલા હુમલામાં પુત્રીનું થયું છે. પિતાએ 17થી વધુ ઘા મારી પુત્રીની હત્યા કરી નાખી છે. આ ઘટના સુરતના કડોદરા સત્યમ નગર ખાતે બની છે. પિતાએ પરિવારના પાંચ સભ્યો પર હુમલો કર્યો છે.


આ અંગે મળતી માહિતી પ્રમાણે ટેરેસ પર સુવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝગડો થયો હતો. જે બાદ આવેશમાં આવીને દીકરી,ત્રણ દીકરા અને પત્ની પર હુમલો કર્યો હતો. મોટા છરા વડે આધેડે ઘરના સભ્યો પર હુમલો કર્યો હતો. માતાને બચાવવા જતા દીકરી મોતને ભેટી હતી. દીકરીના મોઢા અને હાથ પર 17 જેટલા ઘા મારવામાં આવ્યા હતા. હાલમાં બે દીકરા અને પત્ની સારવાર હેઠળ છે. કડોદરા પોલીસે પિતા રામાનુજ સાહુને ડિટેન કર્યો છે. દીકરી ચંદા સાહુનું મોત નિપજ્યું છે.