નવસારી: નવસારી જિલ્લામાં ભુકંપના આંચકા અનુભવાયા છે. વાંસદા તાલુકાના ઉનાઈ લીમઝર ગામમાં 0.5 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા હતા. આ ભુકંપનો આંચકો 2.3ની તીવ્રતાનો હતો. સાંજે 4.36 વાગ્યે ભુકંપનો આંચકો અનુભવાયો હતો.

નવસારી જિલ્લામાં આવેલા ભૂકંપના આંચકાને લઈને કોઈ જાનહાનિ નથી થઈ. ભૂકંપનું કેંદ્ર બિંદુ નવસારીથી 39 કિલોમીટર દૂર મહુવારિયા ગામ બતાવવામાં આવી રહ્યું છે.

ભૂકંપના ઝટકા નવસારી, જલાલપોર તથા વાંસદા તાલુકામાં અનુભવવામાં આવ્યા છે. ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 2.3ની નોંધવામાં આવી છે. જમીનના પેટાળમાં લગભગ 10 કિમી ઊંડે હળવી હલચલ થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.