ભાવનગરઃ ગત 6 નવેમ્બરે વીરમગામ-માલવણ હાઇ-વે પર આવેલી નર્મદા કેનાલની કુંડીમાંથી મળેલી યુવકની લાશનો ભેદ ઉકેલાઇ ગયો છે. મૃતક યુવકનું નામન રાજુભાઈ ભીખાભાી હાડા(ઉં.વ.40) હોવાનું સામે આવ્યું છે. જે મૂળ વરતેજ પાસેના કરદેજનો રહેવાસી હતો તેમજ પાન-મસાલાની દુકાન ચલાવતો.


રાજુના લગ્ન ભેટાસીના જ્યોત્સનાબેન સાથે થયા હતા. જોકે, લગ્ન પછી યુવકને પત્નીની ફ્રેન્ડ મીના ઉર્ફે મઠી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. ગત 29મી ઓક્ટોબરના રોજ યુવક સસારની તબિયત ખરાબ હોવાથી તેમની તબિયત પૂછવા માટે ગયા હતા. તેમજ ત્યાંથી પહેલી નવેમ્બરે પરત ફર્યા હતા, પરંતુ તે ઘરે પહોંચ્યા નહોતા. તેમજ ગત 6 નવેમ્બરના રોજ રાજુભાઈનો મૃતદેહ વીરમગામ-માલવણ રોડ પરથી મળી આવ્યો હતો.

પોલીસ તપાસ દરમિયાન રાજુભાઈ અને તેમના પત્નીની ફ્રેન્ડ મીના સાથે પ્રેમસંબંધ હોવાનું ખૂલ્યું હતું. રાજુ ભેટોસી પ્રેમીકાને મળવા ગયો, ત્યારે યુવતીના સંબંધીઓ તેને મળતા જોઇ જતાં બોલાચાલી થઈ હતી. આ પછી મીનાના લગ્ન સુરત ખાતે દરોદ ગામના હેલા ભરવાડ સાથે કરી દીધા હતા.

યુવક રાજુભાઈ ગુમ થયા પછી પ્રેમીકાના પતિ અને તેના સાગરીતોએ રાજુભાઈને અજ્ઞાત સ્થળે લઈ જઈને હત્યા કરી નાંખી હોવાના મૃતકના ભાઈએ શંકા વ્યક્ત કરી હતી. જેને આધારે અમદાવાદ એલસીબીએ તપાસ કરતાં આરોપીઓ શેલા વેલાભાઇ ભુરાભાઇ ભરવાડ, ભરત ઉર્ફે ભકા ગંભુભાઇ ભુરાભાઇ ભરવાડ, દોલા કાળુભાઇ ભરવાડ, મહેશ ઉર્ફે મેલો દેવકરણ ભરવાડ,રમેશ ખુમાણજી મારવાડી અને પ્રતીક પદમા મંનજાયા શેટ્ટીના નામ ખુલ્યા હતા. તેમજ તેઓએ મળી કરદેજના યુવાનની હત્યા કર્યાનુ ખુલ્યું હતું.