આ કેસની વિગત એવી છે કે, બનાસકાંઠાના ધાનેરાના ધરણોધર ગામે મંદિરના પૂજારીની હાથ બાંધી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરતાં પોલીસ તપાસમાં ખુલાસો થયો કે, મૃતક પૂજારી રમેશભાઇ ગોસ્વામીની પત્નીને ગેલા ગામના શિવાભાઈ પટેલ સાથે શારીરિક સંબંધો હતા. પૂજારી મંદિરમાં જાય ત્યારે બંને પૂજારીના ઘરમાં જ રંગરેલિયાં મનાવતાં હતાં પણ એક દિવસ પૂજારી બંનેને શારીરિક સંબંધોમાં મગ્ન જોઈ જતાં તેણે પત્નિ પર નિયંણત્રોમો મૂકી દીધાં હતાં.
બીજી તરફ પૂજારીની પત્નિ અને પ્રેમીને મળ્યા વિના ચાલતું નહોતું તેથી તેમણે પૂજારીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. મૃતકની પત્નીના પ્રેમી શિવા પટેલેએ તેના ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા રાજસ્થાનના મજૂરને સાડા ત્રણ લાખમાં પૂજારીની હત્યા કરવાની સોપારી આપી હતી. રાજસ્થાનના બે મજૂરે સોપારી લઈ પૂજારીને વિધીના બહાને મળવા બોલાવી તેના હાથ બાંધી હત્યા કરી ફરાર થઇ ગયા હતા. જો કે એલસીબી પોલીસે તપાસમાં પૂજારીની પત્નિના લફરાની જાણ થતાં પોલીસે 3 આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.