અમદાવાદઃ નેશનલ એવોર્ડ વિજેતા ગુજરાતી ફિલ્મ વર્ષ ‘હેલ્લારો’માં કામ કરનારી એક્ટ્રેસ ભૂમિ પટેલનું નિધન થયું છે. કચ્છની ધરતી નિર્માણ પામેલી ફિલ્મ ‘હેલ્લારો’માં ડાન્સરની ભૂમિકા ભજવનારી ભૂમિ પટેલને કેન્સર હતું. લાંબા સમયથી કેન્સર સામે પડી રહેલી ભૂમિ પટેલ કેન્સર સામે લડતા લડતા જીંદગીનો જંગ હારી ગઈ છે. માત્ર 26 વર્ષની ભૂમિ પટેલના અકાળે અવસાનથી ગુજરાતી ફિલ્મના કલાકારોમાં શોકનુ મોજું છવાઈ ગયું છે.
ગત વર્ષે રાષ્ટ્રીય ફિલ્મનો શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતનારી ‘હેલ્લારો’ ફિલ્મમાં ડાન્સરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ભૂમિ પટેલનું રવિવારે વહેલી સવારે નિધન થયું હતું. તેમના નજીકના વર્તૂળોમાંથી મળતી માહિતી મુજબ ભૂમિને બ્લડ કેન્સર હતું. ભૂમિ બ્લડ કેન્સર સામે ઝઝૂમી રહી હતી. લાંબા સમયથી તેની સારવાર પણ ચાલી રહી હતીપણ અંતે કેન્સરે ભૂમિને છિનવી લીધી.
નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ની એક્ટ્રેસનું થયું નિધન, જાણો શું થઈ હતી ગંભીર બિમારી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Nov 2020 10:01 AM (IST)
ગત વર્ષે રાષ્ટ્રીય ફિલ્મનો શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ જીતનારી ‘હેલ્લારો’ ફિલ્મમાં ડાન્સરની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ભૂમિ પટેલનું રવિવારે નિધન થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -