ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે, કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં આજે કુલ 1523 દર્દી સાજા થયા હતા. આ સાથે અત્યાર સુધી કુલ 187969 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1598 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સંક્રમણના કારણે વધુ 15 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3953 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14792 એક્ટિવ કેસ છે, જ્યારે હાલ 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 14703 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 206714 પર પહોંચી છે.

રાજ્યામાં સાજા થનારા દર્દીઓનો દર 90.93 ટકા છે. રિકવરી રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69, 887 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 76,90,779 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 10 , સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર, રાજકોટ કોર્પોરેશન અને વડોદરામાં એક-એક મળી કુલ 15 લોકોના મૃત્યુ થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 332, સુરત કોર્પોરેશનમાં 228, વડોદરા કોર્પોરેશનમાં 138, રાજકોટ કોર્પોરેશનમાં 98, સુરત 56, બનાસકાંઠા 58, પાટણ 50, રાજકોટ 53, મહેસાણા 57, વડોદરા 41, ગાંધીનગર 37, જામનગર કોર્પોરેશનમાં 30, ગાંધીનગર કોર્પોરેશન -10, ગાંધીનગર-37, ખેડા 32, દાહોદ-29, સાબરકાંઠા-27, અમદાવાદ-25, આણંદ-25 અને મહિસાગરમાં 25 કેસ નોંધાયા હતા.